બ્રહ્માંડમાં બે વર્ષ પૂર્વે થયેલો વિસ્ફોટ બિગબેંગ પછીનો સૌથી શકિતશાળી વિસ્ફોટ હતો

  • April 15, 2024 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાસાના વૈજ્ઞાનિકોએ બે વર્ષ પહેલા બ્રહ્માંડમાં થયેલા પ્રચડં વિસ્ફોટનું રહસ્ય ઉકેલવાનો દાવો કર્યેા છે. ૯ આકટોબર, ૨૦૨૨ના રોજ સમગ્ર બ્રહ્માંડ રોશનીથી ઝળહળી ઉઠું હતું. ગામા કિરણોના બિગ બેંગ દ્રારા પ્રકાશિત અવકાશના તે દુર્લભ ધ્શ્યને વિશ્વભરના ઘણા ટેલિસ્કોપ દ્રારા કેદ કરવામાં આવ્યું હતું, અહેવાલ મુજબ, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી અમેરિકાની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં બે વર્ષના સંશોધન બાદ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે બિગ બેંગ પછી અવકાશમાં આ સૌથી શકિતશાળી વિસ્ફોટ હતો. તેને 'બીઓટી' (બ્રાઈટેસ્ટ ઓફ ઓલ ટાઇમ) નામ આપવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ તેજસ્વી પ્રકાશ પૃથ્વીથી ૨.૪ અબજ પ્રકાશવર્ષ દૂર ધનુરાશિ નક્ષત્રમાંથી આવ્યો છે. બિગ બેંગ એક વિશાળ તારાના તૂટવાના કારણે થયો હતો.
સંશોધનનું નેતૃત્વ કરનાર ડો. પીટર બ્લેકર્ડે જણાવ્યું હતું કે ૨૦૨૨નો ગામા–રે બસ્ર્ટ (જીઆરબી) એટલો તેજસ્વી હતો કે વિસ્ફોટના પ્રથમ થોડા મહિનામાં કોઈ સુપરનોવા સિેચર દેખાતું ન હતું. જીઆરબી પછીની ચમક એ કારની હેડલાઇટ જેવી હતી જેમ કે સીધી આપણી તરફ કોઈ કાર આવી રહી હોય પરંતુ તેના પ્રકાશમાં અને કાર દેખાતી ન હોય. સુપરનોવા જોવા માટે આપણે તેજ પ્રકાશ ઝાંખો થવાની રાહ જોવી પડી હતી. સંશોધકોનું કહેવું છે કે ૨૦૨૨ જેવી ઘટના પૃથ્વી પર ૧૦ હજાર વર્ષમાં એકવાર જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ અગાઉ શંકા વ્યકત કરી હતી કે યારે એક મોટો, ઝડપથી ફરતો તારો તૂટી ગયો ત્યારે સોના અને પ્લેટિનમ જેવી ધાતુઓ બની હશે. તાજેતરના સંશોધનોએ સ્પષ્ટ્ર કયુ છે કે આવું થતું નથી. વૈજ્ઞાનિકોએ હજુ આ રહસ્ય ઉકેલવાનું બાકી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application