જામ્યુકોના આઉટસોર્સિંગ કંપનીના કર્મચારીઓનો એપ્રિલ સુધીનો પગાર થયો

  • May 25, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાપાલિકા ખાતે આઉટ સોર્સિંગ મારફત મેનપાવર સપ્લાય કરતી કુલ-૬ એજન્સીઓ દ્વારા કુલ-૨૦૦થી પણ વધુ કર્મચારીઓ હાલે ફરજ બજાવે છે જેમનાં પગાર એજન્સીઓ દ્વારા સમયસર ન કરવા બાબતે અવારનવાર ખબરો આવતી હોય છે જે અન્વયે જણાવવાનું કે, તમામ એજન્સીઓ દ્વારા એપ્રિલ-૨૦૨૩ સુધીનો પગાર કર્મચારીઓને ચુકવી આપવામાં આવેલ છે, વધુમાં અત્રેથી તમામ ૬ આઉટસોર્સિંગ એજન્સીઓને કર્મચારીઓનો પગાર દરેક માસની ૭ (સાત) તારીખ પહેલા કરી આપવા તેમજ આમ કરવામાં નિષ્ફળ ગયેથી પેનલ્ટી વસુલવા, સિકયુરીટી ડીપોઝીટ જપ્ત કરવા તેમજ લગત આઉટ સોર્સિંગ એજન્સીને બ્લેકલીસ્ટ કરવા નોટીસ પાઠવવામાં આવેલ છે તેમ ડીએમસી ભાવેશ જાનીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application