શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રહેતા વણિક વેપારીના ડ્રાઈવરે ઘરમાંથી રૂ.3 લાખના દાગીના ચોરી કરી લીધા હતા. જે અંગેની જાણ થતા વેપારીએ ડ્રાઇવરને પુછતા તેણે આ દાગીના વેચી દીધા હોવાનું અને તેના પૈસા આપી દેશે તેવી ખાતરી આપી હતી. બાદમાં ડ્રાઇવર આજદિન સુધી દાગીના કે પૈસા ન આપતા અંતે વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમબ્રાંચે આરોપીને સકંજામાં લઈ જરૂરી કાર્યવાહી કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ વસંત બહાર એપાર્ટમેન્ટ પાસે રહેતા હિરલ યોગેશભાઈ શાહ (ઉ.વ 40) નામના વેપારીએ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિનોદ નાથાલાલ મકવાણાનું નામ આપ્યું છે.
વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાત માસ પૂર્વે તેમણે માતા-પિતા અને બાળકોને લેવા મુકવા માટે તેમજ ઘરના કામકાજ માટે ડ્રાઇવર તરીકે આરોપી વિનોદ મકવાણાને નોકરી પર રાખ્યા હતા. ગત તા. 25/7 ના રોજ હિરલભાઈએ જુના સોનાના દાગીના જેમાં એક લકી, એક વીંટી, એક ચેઇન સહિત કુલ 50 ગ્રામના દાગીના જેની અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા છે તે નાના પાકીટમાં કબાટમાં રાખ્યા હતા. બાદમાં તારીખ 8/7/2024 ના કબાટમાં રાખેલ સોનાના દાગીના ચેક કરતા પાકીટ ખાલી જોવા મળ્યું હતું જેથી આ બાબતે પરિવારજનોને પૂછતા તેઓ આ બાબતે જાણતા ન હોવાનું કહ્યું હતું આ દિવસે ડ્રાઇવર પણ કામે આવ્યો ન હોય જેથી તેને ફોન કર્યો હતો.
બીજા દિવસે ડ્રાઇવર કામ પર આવતા તેને બેસાડી આ બાબતે પૂછતા તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે, મેં દાગીનાની ચોરી કરી છે અને તે મેં વેચી નાખ્યા છે. બાદમાં આરોપીએ કહ્યું હતું કે, હું તમને કાલે પૈસા આપી દઈશ તેમ કહી તે ઘરેથી જતો રહ્યો હતો. પરંતુ આજદિન સુધી તેણે દાગીના કે પૈસા આપ્યા ન હોય જેથી રૂપિયા ત્રણ લાખના દાગીના ચોરી કયર્િ અંગે વેપારીએ ડ્રાઇવર વિનોદ મકવાણા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી. બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરી આરોપીને સકંજામાં લઈ લીધો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech