રાજય પાઠય પુસ્તક મંડળ દ્રારા ધોરણ–૩ અને ૬ના પુસ્તકો સમયસર મળ્યા ન હોવાથી આગામી વર્ષે બદલાશે નહીં.રાયની ધોરણ–૧થી ૧૨ની સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫–૨૬ માટે ૧૪ જેટલા વિષયોના પુસ્તકો બદલવામાં આવશે. અગાઉ પાઠ પુસ્તક મંડળ દ્રારા ૨૦ જેટલા પુસ્તકો બદલવાની જાહેરાત કરી હતી. પરંતુ એનસીઆરટી દ્રારા સમયસર પુસ્તકો પ્રસિદ્ધ કરવામાં ન આવતા ૬ પુસ્તકો બદલવાનું હાલ પુરતુ મોકૂફ રખાયું છે. જેથી આગામી નવા શૈક્ષણિક સત્ર થી આ ૬ પુસ્તકોમાં કોઈ જ ફેરફાર થશે નહીં.
પ્રા માહિતી અનુસાર, રાય શિક્ષણ વિભાગ દ્રારા નવી શિક્ષણનીતિને ધ્યાને રાખી નિરંતર પુસ્તકોમાં કેટલાક ફેરફારો કરવામાં આવે છે. કેટલાક પુસ્તકોમાં માત્ર પ્રકરણ બદલાતા હોય છે તો કેટલાક વિષયમાં આખુય પુસ્તક નવું અમલમાં મુકવામાં આવતુ હોય છે. છેલ્લ ા કેટલાક સમયથી રાજય પાઠપુસ્તક મંડળ દ્રારા દ્રિભાષી પુસ્તકો ભણાવવાના પણ શ કરવામાં આવ્યાં છે. ક્રમશ: ધોરણમાં દ્રિભાષી પુસ્તકોનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
ધોરણ.૧થી ૧૨માં જુદા જુદા ૨૦ જેટલા વિષયના પુસ્તકો બદલાવા અંગે ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ રાય પાઠપુસ્તક મંડળ દ્રારા જાહેરાત કરવામાં આવી હતી.આ ૨૦ જેટલા પુસ્તકો બદલવા માટે જાહેરાત કરવામાં આવી ત્યારે એવી સ્પષ્ટ્રતા કરવામાં આવી હતી કે, પુસ્તકો આવ્યાં જ નથી. આમ, સમયસર પાઠ પુસ્તક મંડળને ગુજરાતી માધ્યમના પુસ્તકો મળ્યા ન હોવાથી આ પુસ્તકો તૈયાર કરી શકાય તેમ ન હોવાનું સામે આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech