ટંકારાના ચકચારી જુગાર તોડકાંડ મામલે ફરાર પીઆઈની એસએમસી ટીમે ૧૭૫ દિવસ બાદ આખરે કચ્છથી વાય કે ગોહિલની ધરપકડ કરી છે અને આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા કોર્ટે સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યેા છે જે રિમાન્ડ દરમિયાન તોડ થયેલ રકમની રીકવરી માટે પોલીસ ટીમ વધુ પૂછપરછ કરશે.
ટંકારાના લજાઈ નજીક આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારની ખોટી રેડ કરી ૬૩ લાખનો મુદામાલ જ કરવામાં આવ્યો હતો અને આરોપીઓ પાસેથી પત્રકારોના નામે ૧૦ લાખ સહીત ૫૧ લાખનો તોડ કરવામાં આવ્યો હતો જે મામલે એસએમસી ટીમે તપાસ ચલાવી બાદમાં ગુનો નોંધવામાં આવ્યો હતો ડીસેમ્બર ૨૦૨૪ માં ગુનો નોંધાયા બાદથી આરોપી તત્કાલીન પીઆઈ વાય કે ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિદ્ધ ગુનો નોંધાયો હતો જે ગુનો નોંધાયા બાદથી બંને ફરાર હતા જેને પગલે એપ્રિલ ૨૪ના રોજ બંને ફરાર આરોપીઓ વિદ્ધ ફરારી જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું અને ૩૦ દિવસની મુદતમાં લીંબડી ડીવીઝનના ડીવાયએસપી રબારી સમક્ષ હાજર થવા જણાવ્યું હતું જે મુદત પૂર્ણ થવાને આડે ૨ દિવસ બાકી રહ્યા હતા ત્યારે આરોપી હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી હાજર થયો હતો અને તેની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી જોકે પીઆઈ ગોહિલ ત્યારબાદ પણ ફરાર હતા.
ફરાર તત્કાલીન પીઆઈ ગોહિલને આખરે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કચ્છના આદિપુરથી ઝડપી લીધો હતો અને આજે કોર્ટમાં ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો છે જે રિમાન્ડ દરમિયાન પોલીસ ટીમ તોડ થયેલ ૫૧ લાખની રોકડની રીકવરી કરવા પ્રયાસ કરશે તેમ તપાસ ચલાવતા લીંબડી ડીવાયએસપી રબારીએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech