કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું કાઉન્ટડાઉન શરૂ

  • May 14, 2024 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનેક ભારતીય ચેહરાઓ સામેલ થશે


કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આ વર્ષ 14 મેથી 25 મેના રોજ આયોજિત થઈ રહ્યું છે. જેમાં અનેક જાણીતા ચેહરાઓ રેડ કાર્પેટ પર જોવા મળશે. આ વખતે મહોત્સવમાં અનેક નવા ચેહરાઓ પણ જોવા મળશેકાન્સ ફિલ્મ ફેસ્ટિવ ગણતરીની કલાકોમાં  શરુ થવા જયી રહ્યો છે. ફિલ્મ જગતની સૌથી મોટી ઈવેન્ટનું  દર વર્ષ મે મહિનામાં આયોજન કરવામાં આવે છે. આ વર્ષ 14 મેથી 25 મે સુધી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કુલ 12 દિવસ સુધી ચાલનાર આ ઈવેન્ટમાં વિશ્વભરના કલાકારો સામેલ થશે અને રેડકાર્પેટ પર પોતાનો ઝલવો દેખાડશે. ચાહકો તેના ફેવરિટ સ્ટારને આ ફેસ્ટિવલમાં અનોખા ડ્રેસ જોવા માટે આતુર છે.


કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 14 મેથી 25 મે સુધી ચાલશે. મીડિયા રીપોર્ટ મુજબ વેબસાઈટ અનુસાર આયોજન 13 થી 14 તારીખ વચ્ચે ભારતીય સમય અનુસાર સવારે 11 કલાક થી રાત્રે 11 કલાક સુધી થશે. 15 મેથી 25 મે સુધી આયોજન બપોરે 12:30 થી 9:30 સુધી રહેશે.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર સમારોહ ફ્રાન્સના ટીવી ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. અન્ય લોકો યુટ્યુબ ચેનલો અને સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકે છે.બોલિવુડમાંથી કાન્સ ફેસ્ટિવલની રોશની વધારવા માટે બોલિવુડના જાણીતા ચેહરાઓ સામેલ થશે. જેમાં એશ્વર્યા રાય બચ્ચન, અદિતિ રાવ હૈદરી,શોભિત ધુલિપાલ, રેડ કાર્પેટ પર પોતાની અદા દેખાડશે. આ વર્ષે અનેક સોશિયલ મીડિયા ઈન્ફ્યુઅર્સ  પણ 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં જઈ રહ્યા છે.  





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application