ચોટીલા નાયબ કલેકટર અને મામલતદારની ટીમ દ્રારા હાઇવે ઉપર ડે–નાઇટ ચેકિંગ હાથ ધરતા ગેરકાયદેસર ખનીજ ચોરી કરી પરિવહન કરતા ૧૬ જેટલા ટોરસ, ડમ્પર સહિતના વાહનોને ઝડપી લઇ રેતી કાર્બેાસેલ સહિતનું ખનીજ જ કરી વાહનો સહિત રૂપિયા ૫ કરોડ ૪૩ લાખ ૩૭ હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરતા ખનીજ માફીયાઓમાં સન્નાટો છવાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લ ામાં ખનીજ માફિયાઓ દ્રારા બેફામ રીતે ગેરકાયદેસર ખનીજ ચોરી ખુબ મોટા પાયે કરી રોયલ્ટી કે પાસ પરમિટ વગર ખનીજનું પરિવહન કરી સરકારી તેજોરીને કરોડો રૂપિયાનો ચુનો લગાડવામાં આવી રહ્યો છે. જિલ્લ ામાંથી રેતી, લાઇમ સ્ટોન, કાર્બેાસેલની ખૂબ મોટા પાયે ચોરી કરવામાં આવે છે. ગઇકાલે ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદાર પી.બી. જોષી સહિતની ટીમે સાંજે ૭–૦૦ વાગ્યાથી રાત્રીના ૨–૦૦ વાગ્યા સુધી ચોટીલાના જુદા જુદા સ્થળો જેમાં રાજકોટ હાઇવે પર જાની વડલા બોર્ડ તથા થાનગઢ રોડ, સાંગાણી પુલ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધયુ હતું. આ દરમિયાન ઓવર લોડેડ અને ગેરકાયદેસર રીતે રેતી અને કાર્બેાસેલ ભરેલા ટોરસ, ડમ્પર, ટ્રેલર, ટ્રક સહિત ૧૬ જેટલા વાહનોને ખનીજ સાથે ઝડપી પાડયા હતાં. જેમાંથી એક બીનવારસી વાહન મળી આવ્યું હતું. વાહનો અને ખનીજ મળી રૂપિયા ૫,૪૭,૩૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ટ્રકનું વજન કરાવી સીઝ કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે મુકી ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ ૨૦૧૭ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. સરપ્રાઇઝ ચેકિંગથી તંત્રની ગાડી જોઇ જતાં કેટલાંક ખનીજ ભરેલા ટ્રકો મુકી ડ્રાઇવરો નાસી ગયા હતાં તો કેટલાક ડ્રાઇવરોએ રસ્તા વચ્ચે રેતી ખાલી કરી નાસી છુટયા હતાં, તેવા ડ્રાઇવરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech