BREAKING NEWS

ગેસ સંકટના વાદળો હટા: મોરબી સિરામિક ઉધોગ પુન: ધમધમ્યો

  • May 02, 2026 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મોરબી :ઈરાન અને અમેરિકા–ઇઝરાયલ યુધ્ધને પગલે ગેસ અને તેલની કટોકટી સર્જાઈ હતી જેને પગલે અનેક ઉધોગોને અસર પહોંચી હતી મોરબીના સિરામિક ઉધોગને પણ ગેસ કટોકટીને પગલે માર્ચ મહિનાથી ઉત્પાદન બધં કરવું પડું હતું અને એપ્રિલ માસ આખો સંપૂર્ણ બધં પાળવાનો એસોસીએશન દ્રારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને આશરે દોઢ માસ બાદ સિરામિક ઉધોગ પુન: ધમધમતો થયો છેમોરબી સિરામિક એસો પ્રમુખ મનોજ એરવાડિયાએ સિરામિક ઉધોગ પુન: શ થવા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગેસ કટોકટીને પગલે ૧૫ દિવસ સ્વૈચ્છિક ઉધોગ બધં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો બાદમાં એપ્રિલ માસમાં પણ મોટાભાગના એકમો બધં હતા ૧૫ એપ્રિલથી ૨૫૦ ફેકટરી શ કરવામાં આવી હતી અને તા.૧ મેથી ૫૭૫ સિરામિક ફેકટરીઓમાં ઉત્પાદન કાર્ય શ કરવામાં આવ્યું છે આગામી ૨–૪ દિવસમાં બાકી ફેકટરીઓ પણ શ થઇ જશે. ગેસ સપ્લાય અંગે જણાવ્યું હતું કે સિરામિક ઉધોગ પાસે પ્રોપેન અને ગુજરાત ગેસ એમ બે વિકલ્પો હતા જેમાં હાલ પ્રોપેન ગેસ ઉપલબ્ધ નથી અને ગુજરાત ગેસ પાસે પુરતો પુરવઠો હોવાથી તમામ ફેકટરીઓ ગુજરાત ગેસના નેચરલ ગેસના વપરાશ સાથે પુન: શ થઇ ગઈ છે તો એકસપોર્ટ અંગે જણાવ્યું હતું કે યુદ્ધને પગલે જીસીસી દેશોમાં બધં હતું અને કેટલાક વેસલ ખાડી દેશોમાંથી પસાર થતા હોવાથી તેને અસર પહોંચી હતી બાકી અન્ય દેશોમાં એકસપોર્ટ ચાલુ જ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application