બિગ બીના પડોશી બનવાની તૈયારી હોય તો રેડી થઇ જાઓ.'જલસા'ની બાજુના જ બંગલાની હરાજી થવાની છે.મે મહિનામાં બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા જલસાની બાજુમાં હાજર બંગલાની હરાજી થવાની છે. ડોએચે બેંકે આ બંગલાની હરાજી કરી છે અને તેની રિઝર્વ પ્રાઈસ 25 કરોડ રૂપિયા છે. આ બંગલાનો કારપેટ એરિયા 1,164 વર્ગ ફૂટ છે. જ્યારે ઓપન સ્પેસ 2,175 વર્ગ ફૂટ છે.
મુંબઈમાં બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા જલસાના બાજુમાં હાજર બંગલાની હરાજી થવાની છે.ડોએચે બેંકની તરફથી જાહેર પબ્લિક નોટિસ અનુસાર આ હરાજી 27 માર્ચે થવાની છે. બંગલાની હરાજી સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકંસ્ટ્રક્શન ઓફ આઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એંફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ હેઠળ કરવામાં આવી રહી છે. પબ્લિક નોટિસ અનુસાર બેંકે એપ્રિલ 2022માં ડિમાન્ટ નોટિસ મોકલી હતી. જેમાં તેણે પોતાના બોરોઅર સેવન સ્ટાર સેટેલાઈટ પ્રાઈવેટ લિમિટેડ અને અન્યને 60 દિવસની અંદર 12.89 કરોડ રૂપિયાની બાકી રકમની ચુકવણી કરવા માટે કહ્યું હતું.
બેંકે પોતાની પબ્લિક નોટિસમાં કહ્યું છે કે બોરોઅર અને કો-બોરોઅર બાકી રકમની ચુકવણી કરવામાં અસફળ રહ્યાં. એટલે તેમણે આ પ્રોપર્ટીને પોતાના કબજામાં કરી લીધી છે જે તેમની પાસે ગીરવી હતી. આ પ્રોપર્ટી માટે ઓક્શન 27 માર્ચે થશે અને તેના માટે રિઝર્વ પ્રાઈઝ 25 કરોડ રૂપિયા છે. આ વિશે પુછવામાં આવ્યું તો સેવન સ્ટાર સેટેલાઈટ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અતુલ સર્રાફે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો. કારણ કે આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMટીપીઓના ટેબલ ઉપર પેન્ડિંગ ફાઇલોના ઢગલાઓ વચ્ચે ચાર્જ સંભાળતા સુમરા
February 24, 2025 03:05 PMચોરી કરેલ બાઈક અને સ્કૂટર સાથે અગાઉ મારામારીમાં સંડોવાયેલા બે ઝડપાયા
February 24, 2025 03:04 PMજબલપુરમાં બે અલગ અલગ અકસ્માતમાં ૮ ના મોત: મહાકુંભથી પરત ફરી રહ્યા હતા
February 24, 2025 03:03 PMસમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ: વડાપ્રધાન મોદી
February 24, 2025 03:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech