ગાધીનગર મહાનગરપાલિકામાં સમિતિઓની રચનાનો વિવાદાસ્પદ મુદ્દો ફરી એકવાર વિવાદના એરણે ચડીને મુલતવી રાખવો પડો છે. સરકારની મંજૂરી નહીં મળી હોવા છતાં સંગઠને ઉતાવળે પોતાની રીતે જ સમિતિઓની જાહેરાત કરી અને તેના ચેરમેન, વાઇસ ચેરમેન અને સભ્યો પણ જાહેર કરી દેવામાં આવ્યા હતા પરંતુ નિયમાનુસાર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મંજૂરી લઇને ઠરાવ કરવાની કાયદેસરની પ્રક્રિયા થઇ શકી નથી. સરકારે સમિતિઓના નિયમો મંજૂર કર્યા નહીં હોવાથી આ સમિતિ અસ્તિત્વમાં આવી શકતી નથી. પરિણામે ગઈ કાલે મળેલી સામાન્યસભામાં અગાઉથી એજન્ડામાં સમાવેલા સમિતિઓમાં સુધારા, નવી ત્રણ સમિતિઓની રચના અને સમિતિના સભ્યોની નિમણૂકના મુદ્દા મેયરે મુલતવી રાખ્યા હતા.જેના પગલે હવે ફરી એકવાર સમગ્ર મામલો અટવાઇ ગયો છે. આમ સરકારની ઉપર વટ જઈને કરેલી વિવિધ સમિતિઓની જાહેરાત મુલતવી રાખવાની ફરજ પદાધિકારીઓને પડી છે.
ગઈકાલે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી તે પહેલા સંગઠન અને મનપાના પદાધિકારીઓ વચ્ચે યોજાયેલી સંકલન સમિતિમાં હાઇ વોલ્ટેજ ડ્રામા જેવો ઘાટ સર્જાયો હતો. એકતરફ સંગઠનનું વલણ સમિતિઓની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરી તેના ચેરમેન– વાઇસ ચેરમેનને હોદ્દા આપવાનો આગ્રહ રખાયો હતો.
બીજીતરફ સરકાર દ્રારા સમિતિના નિયમોને મંજૂરી હજુ સુધી મળી નહીં હોવાથી સમિતિની સત્તાવાર રચના અને કાર્યભાર સોંપી શકાયું ન હતો. મેયર દ્રારા એજન્ડામાં લેવામાં આવેલી બાબત હોવા છતાં સમગ્ર વિષય પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. આમ ગાંધીનગર મહાનગરપાલિકાની વિવિધ સમિતિની રચનાનો મુદ્દો ફરી અટવાયો છે અગાઉની ટર્મમાં સાત સમિતિની રચના માટેની પ્રક્રિયા હાથ ધરીને સરકારના નિયમોને મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ સરકારમાંથી મંજૂરી નહીં મળી હોવા છતા વિવિધ કમિટીઓના નામની જાહેરાત કરી દેવાઈ હતી પરંતુ જે તે સમયે તેને મંજૂરી આપવામાં આવી ન હતી. ગઈકાલે મળેલી સામાન્ય સભામાં આ બાબત એજન્ડા પર લેવાય હતી પરંતુ રવિવારે ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે ભાજપ કાર્યાલય ગાંધીનગર ખાતે સંગઠનના હોદ્દેદારોની અને કોર્પેારેટરોની સંયુકત બેઠક બોલાવી હતી. જેમાં આ મામલે ઉતાવળ ન કરવાના સંકેત અપાયા હોવાનુ જાણવા મળી રહ્યું છે પરિણામે સમગ્ર મામલો મુલતવી રાખવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech