ભારતના ચંદ્રયાન–૩ મિશન બાદ હવે જાપાને એક મોટી સફળતા હાંસલ કરી છે. જાપાનના મૂન સ્નાઈપર ચદ્રં પર સફળતાપૂર્વક ઉતરાણ કયુ છે. ચદ્રં પર તેનું અવકાશયાન મોકલનાર જાપાન પાંચમો દેશ છે. જો કે, જાપાનને સંપૂર્ણ સફળતા મળી નથી. આ અવકાશયાન થોડા કલાકોનું જ મહેમાન છે, કેમકે ચદ્રં પર સોટ લેન્ડીંગ કરનાં મિશન અપેક્ષા મુજબ વીજળીનું ઉત્પાદન કરવામાં અસક્ષમ છે, અત્યારે રીઝર્વ બેટરી પર આ યાન ચાલી રહ્યું છે.
જાપાન હવે સ્પેસ સુપરપાવર બની ગયું છે. જાપાન ચદ્રં પર પહોંચનારો ૫મો દેશ બની ગયો છે. શુક્રવારે, જાપાનનું રોબોટિક સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટીંગ ધ મૂન (એસએલઆઈએમ) ચદ્રં પર સફળતાપૂર્વક ઉતરાણ કયુ. જાપાનમાં, તારીખ ૨૦ જાન્યુઆરી હતી અને મધ્યરાત્રિએ લોકો આ સફળતાના સાક્ષી બનવા માંગતા હતા. ઓગસ્ટ ૨૦૨૩માં ચંદ્રયાન–૩ના લેન્ડિંગ બાદ જે ખુશી ભારતના લોકોએ અનુભવી હતી તે જ ખુશી જાપાનના લોકોએ પણ અનુભવી હતી. જાપાન ચદ્રં પર પહોંચી ગયું છે, પરંતુ આ મિશન અપેક્ષાઓ પર સંપૂર્ણ રીતે જીવી શકયું નથી.જાપાનીઝ સ્પેસ એજન્સી અનુસાર, અવકાશયાન ચદ્રં પર સોટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું છે. એસએલઆઈએમ ચંદ્રના શિઓલી ક્રેટર નજીકથી ડેટા મેળવી રહ્યું છે. જો કે, અધિકારીઓએ આ સમયગાળા દરમિયાન એક ભૂલનો ઉલ્લેખ કર્યેા હતો. અધિકારીઓએ જણાવ્યું કે લેન્ડર પર સ્થાપિત સોલાર પાવર સેલમાં ખામી જોવા મળી છે. તે અપેક્ષા મુજબ વીજળીનું ઉત્પાદન કરી રહ્યું નથી. જેના કારણે તે બેટરી મોડ પર ચાલી રહી છે. બેટરીની પોતાની ક્ષમતા છે, તેથી આ અવકાશયાન માત્ર થોડા કલાકો માટે જ કામ કરી શકશે.
રિઝર્વ બેટરી પર ચાલે છે એસએલઆઈએમ
એસએલઆઈએમ હાલમાં રિઝર્વ બેટરી પર ચાલી રહ્યું છે, જે થોડા કલાકોમાં ખતમ થઈ જશે. આનાથી સંશોધકોને લેન્ડર દ્રારા પ્રયોગો કરવા માટે ખૂબ જ મર્યાદિત સમય મળ્યો છે. જોકે, જાપાનીઝ સ્પેસ એજન્સીને હજુ પણ આશા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જો સૂર્યપ્રકાશ દિશા બદલીને આગામી અઠવાડિયામાં પેનલો સાથે અથડાશે તો એસએલઆઈએમ ની સોલાર પેનલ વીજળી ઉત્પન્ન કરી શકશે. જો કે, લેન્ડરનું ભવિષ્ય હજુ પણ અનિશ્ચિત છે.જાપાને તેને ૬ સપ્ટેમ્બરે લોન્ચ કયુ હતું. તે ૨૫ ડિસેમ્બરે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. તે ઉતરાણ પહેલા કેટલાક અઠવાડિયા સુધી તેની સિસ્ટમનું પરીક્ષણ ચાલુ રાખ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech