રાજકોટ શહેરમાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણની વ્યવસ્થા જાળવી રાખવા માટે અને ઉનાળાનો દોઢ મહિનો પાર ઉતરવા માટે આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં ૮૯૨ એમસીએફટી નર્મદાનીર આપવા મહાપાલિકા દ્વારા રાજ્ય સરકારમાં પત્ર પાઠવી માંગણી કરાઇ છે. ખાસ કરીને આગામી તા.૧ જુનથી નર્મદાનીર આપવાનું શરૂ કરવા પણ જણાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉથી જ મોઢે માંગ્યું નર્મદાનીર આપવા ખાતરી આપવામાં આવી છે ત્યારે હવે બાકી રહેતો જથ્થો રિલીઝ કરવા સ્મૃતિ પત્ર પાઠવ્યો છે.
રાજકોટ મનપાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો
વિશેષમાં ગઇકાલે તા.૧૪-૫-૨૦૨૫ના રોજ રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારમાં પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સુચારૂરૂપે જાળવવા માટે આજી-૧ જળાશયમાં તબક્કાવાર કુલ ૧૮૦૦ એમ.સી.એફ.ટી તથા ન્યારી-૧ જળાશયમાં કુલ ૭૦૦ એમ.સી.એફ.ટી એમ કુલ ૨૫૦૦ એમ.સી.એફ.ટી પાણીનાં જથ્થાની માંગણી કરવામાં આવી હતી, જે પૈકી આજની તારીખ સુધીમાં આજી-૧ જળાશયમાં કુલ ૮૩૬ એમ.સી.એફ.ટી તથા ન્યારી-૧ જળાશયમાં કુલ ૭૭૨ એમ.સી.એફ.ટી એમ મળી કુલ ૧૬૦૨ એમ.સી.એફ.ટી પાણી સૌની યોજના દ્વારા આપવામાં આવ્યું છે. ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ સૌની યોજના દ્વારા આજી-૧ તથા ન્યારી-૧ જળાશયમાં જૂન માસના પ્રથમ સપ્તાહથી બાકી રહેતું પાણી આપવા માટે યોગ્ય કરશો.
પાણીનો ઉપલબ્ધ જથ્થો ૬૩૮ એમસીએફટી છે
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના મુખ્ય જળ સ્ત્રોત અને કુલ ૨૯ ફૂટની ઉંડાઇના આજી-૧ ડેમનું હાલનું લેવલ ૨૨.૯૦ ફૂટ છે તથા પીવાલાયક પાણીનો ઉપલબ્ધ જથ્થો ૫૪૫ એમસીએફટી છે. જ્યારે રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલા કુલ ૨૫ ફૂટની ઉંડાઇના ન્યારી-૧ ડેમનું હાલનું લેવલ ૧૮.૭૦ ફૂટ તથા પીવાલાયક પાણીનો ઉપલબ્ધ જથ્થો ૬૩૮ એમસીએફટી છે.
નર્મદાનીર આપવાનું પણ ક્યારેય બંધ કરાયું નથી
મહત્વપૂર્ણ છે કે હાલ સુધીમાં આજી અને ન્યારીમાં સૌની યોજના મારફતે ઠાલવેલા નર્મદાનીરનું રૂ.૧૯૩ કરોડનું બિલ તાજેતરમાં રાજકોટ મહાપાલિકાને મળ્યું છે, તદઉપરાંત પાઇપલાઇન મારફતે મળતા નર્મદાનીરનું અંદાજે ૧૨૦૦ કરોડથી વધુ રકમનું બિલ પણ હજુ બાકી છે. જો કે રાજ્ય સરકાર દ્વારા રહેમરાહ અને માનવીય અભિગમ દાખવી ક્યારેક બાકી લેણાની કડક ઉઘરાણી કરાઇ નથી સાથે જ નર્મદાનીર આપવાનું પણ ક્યારેય બંધ કરાયું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech