રાજકોટના આજીડેમ નજીક હાઇવે પર આજે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક ડમ્પરે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષામાં સવાર ઇન્દુબેન વિનુભાઈ કસરેજા (ઉં.વ.૪૯)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઇન્દુબેન વેલનાથ સોસાયટીમાં રહેતા હતા અને રસોઈ કામ કરવા માટે જઈ રહ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ઇન્દુબેન રિક્ષામાં બેસીને કુવાડવા પાસે રસોઈ કામ માટે જઈ રહ્યા હતા. ત્યારે આજી જીઆઇડીસીથી આજીડેમ ચોકડી વચ્ચે હાઇવે પર એક અજાણ્યા ડમ્પર ચાલકે તેમની રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઇન્દુબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું ડમ્પર ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો હતો.
મૃતક ઇન્દુબેનને બે દીકરા અને એક દીકરી છે, જ્યારે તેમના પતિ મંડપ સર્વિસનું કામ કરે છે. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે અકસ્માત સમયે રિક્ષા હાઇવે પર રોંગ સાઈડમાં જઈ રહી હતી. હાલ પોલીસ અકસ્માતના સાચા કારણો અને ઘટનાક્રમ જાણવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ખોખરાના સરપંચે બ્રાંચ પોસ્ટ માસ્તરને માર માર્યાની રાવ
June 05, 2025 03:57 PMઢૂંઢસર ગામની સીમમાં જુગાર રમતા બે ઝડપાયા, ચાર શખ્સો નાસી છૂટ્યા
June 05, 2025 03:53 PMજુના બંદર રોડ પરથી ટ્રકમાંથી રુપીયા ૧૨ લાખની કિંમતના કોપરની ચોરી
June 05, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech