AAJKAAL IMACT: કોરોના કાળમાં બંધ કરાયેલી ઓખા-વિરમગામ ટ્રેન હવે ફરીથી શરૂ થશે

  • June 03, 2023 06:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લોકડાઉનના સમયગાળા દરમિયાન દેશભરમાં વાહન વ્યવહાર પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતાં ત્યારે કેટલીક ટ્રેનો પણ બંધ કરવામાં આવી હતી. જેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા હતાં આથી મુસાફરોની ચિંતાને ધ્યાનમાં રાખીને આજકાલ દ્વારા તા.૧૯-૪ને બુધવારના રોજ અખબારમાં અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. તેમજ આજકાલના સુચન બાદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કેન્દ્રિય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવને લોકડાઉનમાં બંધ થયેલી ટ્રેન ફરીથી શરૂ કરવા માટેની રજૂઆત કરી હતી. આ બાબતે હકારાત્મક અભિગમ દાખવીને આ રેલવે મંત્રીએ ઓખા-રાજકોટ-વિરમગામ ટ્રેનને ટૂંક સમયમાં શરૂ કરવા બાંહેધરી આપી હતી.



  • સાંસદ રામભાઇ મોકરિયા દ્વારા રજૂઆત


લોકડાઉનમાં બંધ કરવામાં આવેલ ટ્રેનનો અહેવાલ આજકાલમાં પ્રસિધ્ધ થયા બાદ રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાને પ્રજાની મુશ્કેલીઓ ધ્યાને પડતા તેમણે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવને આ અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત અગાઉ રામભાઇ મોકરિયા દ્વારા પ્રજાના પ્રશ્ર્નોને ધ્યાનમાં રાખીને ૧૬ ટ્રેન રાજકોટ સુધી લંબાવી આપવા અથવા ટ્રેનોને સપ્તાહમાં બે કે ત્રણ દિવસ રાજકોટ સુધી આપવાની પણ રજુઆત કરવામાં આવી હતી.


  • દેવભૂમિ દ્વારકા જનારા દર્શનાર્થીઓમાં આનંદ

લોકડાઉન પહેલા ઓખા વિરમગામની ટ્રેન જે વહેલી સવારે ઓખાથી ઉપડતી હતી અને સવારે અંદાજે ૯-૩૦ વાગ્યે રાજકોટ આવતી હતી અને સાંજે ૬-૧૫ વાગ્યે રાજકોટથી ઉપડતી હતી અને રાત્રીના ૧૨ વાગ્યાની આસપાસ ઓખા પહોંચતી હતી. આ ટ્રેન દ્વારા પ્રવાસીઓને સારી સુવિધા ઉપલબ્ધ હતી. જેમાં વહેલી સવારે શ્રધ્ધાળુઓને દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરમાં ઠાકોરજીની આરતી-દર્શનનો લાભ મળતો હતો પરંતુ કોરોનાકાળ દરમિયાન ટ્રેનો બંધ થઇ જતાં દ્વારકા જતાં દર્શનાર્થીઓને મુશ્કેલી પડી રહી હતી. પરંતુ હાલ આ ટ્રેન શ‚ થવાના સમાચારથી શ્રધ્ધાળુઓમાં આનંદની લાગણી અનુભવાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application