BREAKING NEWS

પ્રચારમાં ગયેલા CM ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર બગડ્યું: રોડ માર્ગે પ્રવાસ કરવાની પડી ફરજ

  • April 17, 2026 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે આવેલા મુખ્યમંત્રીના હેલિકોપ્ટરમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા દોડધામ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી સાઠંબામાં ચૂંટણી સભા પૂર્ણ કરીને બાયડ હેલિપેડ પરથી આગામી પ્રવાસ માટે રવાના થવાના હતા. જોકે, ટેક-ઓફ્ફ (ઉડાન ભરતા) પહેલા જ પાયલોટને હેલિકોપ્ટરમાં ક્ષતિ હોવાનું માલૂમ પડ્યું હતું. સુરક્ષાના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને પાયલોટે તાત્કાલિક ઉડાન ભરવાનો ઇનકાર કરી દીધો હતો. જેના કારણે હેલિકોપ્ટરને ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી.


આ અચાનક સર્જાયેલી સ્થિતિને કારણે મુખ્યમંત્રીનો નિર્ધારિત કાર્યક્રમ ખોરવાયો હતો. હેલિકોપ્ટર ઉડી શકે તેમ ન હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમય સૂચકતા વાપરીને પોતાનો બાકીનો સાબરકાંઠાનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રીનો કાફલો સાઠંબાથી સડક માર્ગે સાબરકાંઠા તરફ રવાના થયો હતો. આ ઘટનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા હેલિકોપ્ટરની ખામી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સદનસીબે, ખામી ઉડાન ભર્યા પહેલા જ પકડાઈ જતાં મોટી જાનહાની ટળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application