BREAKING NEWS

ઉના તાલુકાના ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષક સસ્પેન્ડ: પોલીસે ધરપકડ કરી

  • July 11, 2026 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના તાલુકાના ખાપટ ગામે સરકારી પ્રાથમિક શાળામાં ધો.૭માં ભણાવતા શિક્ષક હરેશગિરિ ગુલાબગિરિ ગોસ્વામી (રહે. કાળાપાણ તા. ઉના) દારૂ પીવાની ટેવવાળો હોય ચાલુ શાળાએ દારૂ પીતો હોય ગત તા.૨૦–૬ના રોજ શાળાના સમય દરમિયાન ધો. ૭માં અભ્યાસ કરતો સગીર વિધાર્થીને રૂપિયા ૨૦ની લાલચ આપી વિદેશી દારૂની બોટલ મંગાવવા રૂપિયા ૫૦૦ આપ્યા હતાં. વિધાર્થીએ ખાપટ ગામે દુકાનેથી વિદેશી દારૂની બોટલ લાવી શિક્ષક હરેશગિરિને આપી હતી.
આ બાબતની જાણ પ્રાથમિક શાળાના આચાર્ય મિલનગિરિ ગોસ્વામીને થતા શિક્ષકોની રૂબરૂમાં પંચરોજ કામ કરી વધેલ રૂપિયા અને દારૂની બોટલ સીલ પેક કરી કબાટમાં મૂકી ઉના તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં શિક્ષક હરેશગિરિ સામે ફરિયાદ કરી હતી. પરંતુ ઉના તાલુકા શિક્ષણ અધિકારી દ્રારા બનાવને ૧૬ દિવસ થવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા ન હતાં ગઈકાલે આ વાત સોશિયલ મીડિયામાં ચમકી હતી અને જીલ્લ ા ડીડીઓએ તાલુકા શિક્ષણ અધિકારીને રૂબરૂ બોલાવેલ અને આચાર્યને પોલીસ ફરિયાદ નોંધવાનું કહેતા ઉના પોલીસ સ્ટેશનમાં દારૂ પીવાની ટેવવાળો શિક્ષક હરેશગિરિની સામે ફરિયાદ નોંધાવી હતી. ઉના પોલીસએ  હરેશગિરિની ધરપકડ કરી હતી. આ બનાવના ગાંધીનગર સુધી પડઘા પડતા ખુદ આ વિસ્તારના જ શિક્ષણમંત્રી ડો. પ્રધુમન વાજાએ નિવેદન આપવાની ફરજ પડી હતી અને શિક્ષક વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાની મિડિયા સમક્ષ જાણ કરી હતી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News