શહેરમાં પોલીસ ગમે તેટલી ટાઈટ બને પણ તેનો તોળ શોધવા મથકા કે આડકતરી રીતે ગુનાઈત કૃત્ય કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે હવે કાયદાના દાયરા સાથે સખ્તાઈથી ડ્રાઈવ આરંભી છે. દંડથી બચવા ચાલાકી કરીને નંબરો સાથે ચેડા કરનારા આવા દશ ચાલકો સામે શહેરમાં પ્રથમ વખત સરકારી દસ્તાવેજી પુરાવાઓ સાથે ચેડા કરવાના આઈપીસી એકટ ૪૬૫, ૪૭૧ તથા એમવી એકટ કલબ ૧૨૯, ૧૭૭ હેઠળ ગુનાઓ દાખલ કરાવવામાં આવ્યા છે.
ફિલ્ડમાં ચેકિંગમાં પોલીસની નજરથી બચવા તેમજ ટ્રાફિક નિયમ ભગં કે કોઈ ગુના આચરે તો સીસીટીવી કેમેરામાં નહીં આવી ઈ–ચલણથી બચવા માટે ઘણાખરા વાહનચાલકો વાહનની નંબર પ્લેટમાં ચેડા કરતા હોય છે જેથી ગુનો કરે, નિયમ તોડે તો કયાંય સપડાય નહીં. રાજકોટ પોલીસ અત્યાર સુધી આવા વાહનચાલકો સામે હાજર દડં કે વાહન ડિટેઈન જેવી કાર્યવાહી કરતા હતા આમ છતાં નહીં સુધરનારા સુધરતા જ ન હતા.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક સી.પી. વિધી ચૌધરીની સૂચના અને માર્ગદર્શનથી આવા વાહનચાલકોનો તોળ પોલીસે શોધી કાઢયો છે. અત્યાર સુધી માનવતા અથવા તો હળવા કાયદાની સમજથી આવા વાહનચાલકોને સુધરવાની તક આપવા છતાં આવા નંબર પ્લેટો સાથેના ચેડા ચાલુ જ રહેતા હવેથી પોલીસ કાયદાની પરિભાષા સાથે કડક બની છે.
ટ્રાફિક પોલીસ તેમજ પોલીસ મથકો દ્રારા તેમના વિસ્તારમાં વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવી હતી જેના નંબર પ્લેટ તોડી કે અક્ષર છુપાવી, એક નંબર પર કલર કે આવું કાંઈ લગાવી છેડછાડ કરનારા ૧૦ વાહનચાલકો સામે ગુનાઓ નોંધાવાયા છે. સાતે સાથે અપીલ પર કરાઈ છે કે, પોલીસ આવી રીતે આકરૂ વલણ દાખવવા ઈચ્છતી નથી પરંતુ જો કાયદાનો ભગં થઈ રહ્યો છે માટે ના છૂટકે આવી રીતે ફરિયાદો નોંધાવવી પડી. વાહનધારકો આરટીઓ માન્ય નંબરપ્લેટ લગાવે તેવો પણ અનુરોધ કરાયો છે
કોની કોની સામે નોંધાયા ગુના
યુનિવર્સિટી રોડ પોલીસ મથક વિસ્તારોમાં પંચાયત ચોકમાં ડીસીપી સુધીરકુમાર દેસાઈના વડપણ હેઠળ રખાયેલી ડ્રાઈવમાં યુનિવર્સિટી રોડપર રહેતા દુષ્યતં ગોવિંદભાઈ કાલરિયાલ, જીવરાજપાર્કમાં રહેતા ભાવિન રસિકભાઈ વેગડ, વાજડી ગામના વિશ્ર્વજીતસિંહ ભીખુભા સોલંકી, કોઠારિયા સોલવન્ટના પ્રભાત કાનજી પરમાર, કોટડા નાયાણીના શૈલેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, વાણિયાવાડી મેઈન રોડ પર રહેતા હિરેન ચંદુભાઈ પાથર, યુનિવર્સિટી રોડ યોગીનગરના અભી જીતેન્દ્રભાઈ ડેઢાણીયા, ભકિતનગર સર્કલના ઉત્સવ પિયુષભાઈ નિમાવત, સંજયવાટિકા નીલસિટીના રાજેશ બાબુભાઈ ચૌહાણ, શિલ્પન ઓનેક્ષ સાતે અનતં વિવંતાના હર્ષ નિતીનભાઈ વાછાણી સામે ગુનાઓ નોંધાવાયા હતા. નંબર પ્લેટમાં છેડછાડ તથા હેલમેટ વિના નીકળ્યા હોવાના આરોપ સાથે પોલીસ જ ફરિયાદી બની હતી અને ધરપકડ કરાઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech