ખુસસુરત નયનોવાળી એક્ટ્રેસને પોર્ન સાઇટ પર ફોટા લીક કરવાની મળી ધમકી

  • April 08, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બંગાળી અને હિન્દી ફિલ્મની એભિનેત્રી સ્વસ્તિકા મુખરજીએ જણાવી વ્યથા
  • શિબપુર ફિલ્મની રિલીઝની રાહ જોતી એક્ટ્રેસે નિર્માતા સંદીપ સરકાર પર મૂ્ક્યો


બંગાળી અને હિન્દી ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ સ્વસ્તિકા મુખર્જીએ ફિલ્મો અને ટેલિવિઝનમાં દેખાય છે. આજકાલ તે એક સનસનાટીભર્યા ઘટસ્ફોટને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ નિર્માતા પર ધમકીભર્યા મેલ મોકલવાનો આરોપ લગાવ્યો છે. સ્વસ્તિકાએ કહ્યું કે, તેને પોર્નોગ્રાફિક વેબસાઇટ્સ પર નગ્ન ફોટા લીક કરવાની ધમકીઓ મળી હતી.


5 મેના રોજ સિનેમાઘરોમાં બંગાળી ફિલ્મ શિબપુરની રિલીઝ પહેલા, અભિનેત્રીએ દાવો કર્યો હતો કે, તેને સંદિપ અને તેના સાથીઓ તરફથી ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા, જેમાં તેને તેમની સાથે સહયોગ કરવા જણાવ્યું હતું. તેમણે તેની નગ્ન તસવીરો મોર્ફ કરી પોર્નોગ્રાફિક સાઇટ પર લીક કરવાની ધમકી આપી હોવાનો પણ સ્વસ્તિકાએ દાવો કર્યો છે. 


સ્વસ્તિકા મુખર્જીએ બંગાળી ટીવી સિરીઝ દેવદાસીથી ડેબ્યૂ કર્યું હતું. તેણે હેમંતર પક્ષી (2001) થી મોટા પડદા પર પ્રવેશ કર્યો હતો, અને તેની પ્રથમ મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ મસ્તાન 2004માં આવી હતી. સાથે તેણે તેણીની હિન્દી ફિલ્મની શરૂઆત મુંબઈ કટિંગ (2008) થી કરી હતી. તે છેલ્લે કલામાં જોવા મળી હતી, અને તેની આગામી ફિલ્મ શિબપુરની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહેલી અભિનેત્રીએ ફિલ્મના નિર્માતા સંદીપ સરકાર પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે.



અભિનેત્રીએ OTT પ્લે સાથેની મુલાકાતમાં તેની આઘાતજનક ઘટના વિશે વાત કરી. તેના ઉત્પીડનની વાર્તા શેર કરતા, સ્વસ્તિકાએ શેર કર્યું કે, કેવી રીતે તેને આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન પોલીસ કમિશનર પાસે લઈ જવાની ધમકી આપવામાં આવી હતી.

સ્વસ્તિકાએ કહ્યું...

 'આ બધું ખૂબ જ અવ્યવસ્થિત રીતે શરૂ થયું. આખા શૂટિંગ અને ડબિંગ દરમિયાન મારો પરિચય ક્યારેય સંદીપ સરકાર સાથે થયો ન હતો. પછી બીજા સહ-નિર્માતા અજંતા સિંહા રોય હતા, જેમણે અમારો સંપર્ક કર્યો. અચાનક સંદીપ સરકારે મને ધમકીભર્યા ઈમેલ મોકલવાનું શરૂ કર્યું. તેણે દાવો કર્યો કે, તે અમેરિકી નાગરિક છે, અને જો હું તેની સાથે 'સહકાર' નહીં કરું તો તે અમેરિકી કોન્સ્યુલેટનો સંપર્ક કરશે જેથી મને ક્યારેય યુએસ વિઝા નહીં મળે.

 'તેમણે મને પોલીસ કમિશનર, મુખ્યમંત્રી વગેરે પાસે ખેંચી જવાની ધમકી પણ આપી હતી. હવે મને બિલકુલ ખ્યાલ નથી કે, આ 'સહકાર'નો અર્થ શું છે. મેં ફિલ્મનું શૂટિંગ અને ડબિંગ કર્યું છે, અને પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મારો ઈરાદો ક્યારેય નહોતો. પહેલા આ ફિલ્મ માર્ચમાં રીલિઝ થવાની હતી, પરંતુ બાદમાં તારીખ બદલવામાં આવી હતી. તેમ છતાં, તેણે મને કહેવાનું જરૂરી ન માન્યું. મને તેના વિશે અમારા ડિરેક્ટર પાસેથી જાણવા મળ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application