સુનિતા વિલિયમ્સને શા માટે 18 ઓગસ્ટ સુધી તો અંતરીક્ષમાં રહેવું જ પડશે ?

  • July 31, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુનિતા વિલિયમ્સ છેલ્લા દોઢ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અટવાયેલી છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેમની વાપસી માટે ખૂબ પ્રયાસ કયર્િ છે, પરંતુ સફળતા મળી રહી નથી. હવે નાસાએ પહેલીવાર સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર પરત ફરવાની તારીખ જાહેર કરી છે અને જણાવ્યું છે કે 18 ઓગસ્ટ પહેલા તો અવકાશયાત્રીઓ પાચા આવી શકે તેમ જ નથી અને કદાચ સપ્ટેમ્બર પણ આવી જાય તેમ બની શકે.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અવકાશયાત્રીઓ બેરી બૂચ ગિલમોર અને સુનીતા વિલિયમ્સની વાપસીને લઈને મોટી જાહેરાત કરી છે. આ બંને અવકાશયાત્રીઓ એક મહિના કરતા પણ વધુ સમયથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. હવે નાસાએ બંને અવકાશયાત્રીઓ માટે સીએસટી-100 સ્ટારલાઇનર પર આઈએસએસ માંથી પૃથ્વી પર પાછા ફરવાની સૌથી વહેલી પ્રાયોગિક તારીખ તરીકે 18 ઓગસ્ટ નક્કી કરી છે નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સ્ટારલાઈનર અને તેના ક્રૂ 18 ઓગસ્ટ પહેલા પાછા નહીં ફરે. જો કે પૃથ્વી પર પાછા આવતા સુધી સપ્ટેમ્બર પણ આવી જાય તેમ સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે આગામી બે મહિનામાં નાસાના આયોજિત શેડ્યૂલમાં પહેલા સ્ટારલાઇનર પરથી બૂચ અને સનીને ઘરે લાવવાનું ધ્યેય છે.

સુનીતાએ 5 જૂને સ્પેસમાં જવા ઉડાન ભરી હતી

સ્ટારલાઈનરને 5 જૂને બે અવકાશયાત્રીઓના ક્રૂ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ આઈએસેસ પર તેની ઉડાન દરમિયાન, તેના 28 થ્રસ્ટર્સમાંથી પાંચ અલગ-અલગ સમયે નિષ્ફળ ગયા હતા અને પાંચ હિલિયમ લીક પણ નોંધાયા હતા. સ્પેસક્રાફ્ટની રીટર્ન ફ્લાઇટ મૂળ 14 જૂનના રોજ નક્કી કરવામાં આવી હતી, પરંતુ ત્યારથી તે વારંવાર વિલંબિત થઈ છે જ્યારે પૃથ્વી પરના એન્જિનિયરોએ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં ઘણી સફળતા મળી નથી,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application