રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવે આંતરરાષ્ટ્ર્રીય સેવા શરૂ કરો

  • August 08, 2024 09:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ઇન્ટરનેશનલ ફલાઇટસ શ કરવા તથા કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની સુવિધા તાત્કાલિક શ કરવા તેમજ રાજકોટ–દિલ્હી અને રાજકોટ–મુંબઈ માટે વધારાની સવારની રોજીંદી ફલાઇટ શ કરવા કેન્દ્રીય તથા રાજયના ઉડ્ડયનમંત્રી તેમજ સંસદસભ્યને વિસ્તૃત પત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી છે.
વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી કિન્નજારપ્પુ રામમોહન નાયડુ, રાજયકક્ષાના ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલ, રાજકોટના સંસદ સભ્ય પરષોતમ પાલા તેમજ ગુજરાત રાજયના ઉડ્ડયનમંત્રી બળવંતસિહ રાજપુતને પત્ર પાઠવી કરાયેલી વિસ્તૃત રજૂઆતમાં જણાવ્યું છે કે રાજકોટના હિરાસર એ૨પોર્ટને ઇન્ટરનેશનલ એ૨પોર્ટની માન્યતા મળેલ હોય ત્યારે રાજકોટ સૌરાષ્ટ્ર્રનું પાટનગર હોવાથી ટ્રાફિક પણ પુષ્કળ પ્રમાણમાં વધી રહયો છે અને વેપાર–ઉધોગ પણ ધમધમી રહ્યા છે. હવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ઇન્ટરનેશનેશલ ફલાઇટો શ ક૨વા કસ્ટમ્સ તેમજ ઇમિગ્રેશનની સુવિધા તાત્કાલિક શ ક૨વા તેમજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ–દુબઈ, રાજકોટ–સીંગાપુર, રાજકોટ–મલેશિયા જેવી ઇન્ટરનેશનલ ફલાઈટો શ કરો. રાજકોટ વેપાર–ઉધોગ જગત અને ટુરીઝમનું હબ હોવાથી ઘણો બધો ફાયદો થશે.
રજુઆતમાં ઉમેયુ છે કે, આવનારા દિવસોમાં રાજકોટ–દિલ્હી માટેની એક ફલાઇટ શ થનાર છે તે સારી બાબત છે પરંતુ રાજકોટ–સૌરાષ્ટ્ર્રના વેપાર–ઉધોગકારો અને સામાન્ય જનતા રાજકોટ–દિલ્હી અને રાજકોટ–મુંબઇ અવાર–નવાર પોતાના ધંધાર્થે તેમજ આરોગ્યલક્ષી સા૨વા૨ મેળવવા માટે મુસાફરી કરતા હોય છે અને દિનપ્રતિદિન મુસાફરોની સંખ્યા પણ વધતી જાય છે. જેથી ખુબ જ મુશ્કેલી પડી રહી છે. આથી રાજકોટદિલ્હી અને રાજકોટ–મુંબઇ માટે સવારની વધારાની રોજિંદી ફલાઇટ તાત્કાલિક શ ક૨વામાં આવે તેવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની માંગ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application