કોવિડ પછી રાજ્યોમાં શાળાઓમાં શિક્ષણના સ્તરમાં વધારો

  • January 29, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે જાહેર કરાયેલ વાર્ષિક શિક્ષણ સ્થિતિ અહેવાલ (એએસઈઆર) અનુસાર, કોવિડ-19 રોગચાળા દરમિયાન સરકારી શાળામાં નોંધણીમાં જોવા મળેલો વધારો ઉલટાવી દેવામાં આવ્યો હોય તેવું લાગે છે, સરકારી શાળાઓમાં નોંધાયેલા 6-14 વર્ષની વયના બાળકોનું પ્રમાણ લગભગ 2018 ના સ્તર જેટલું થઈ ગયું છે. અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે મહામારીથી પ્રેરિત શિક્ષણના નુકસાનમાંથી સંપૂર્ણ પુન:પ્રાપ્તિ થઈ નથી પરંતુ કેટલાક કિસ્સાઓમાં પ્રાથમિક ધોરણોમાં શિક્ષણનું સ્તર ભૂતકાળના સ્તર કરતા વધારે છે.
મહત્વપૂર્ણ અહેવાલમાં જાણવા મળ્યું છે કે 14-16 વર્ષની વય જૂથના 82 ટકાથી વધુ બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે પરંતુ તેમાંથી માત્ર 57 ટકા બાળકો શૈક્ષણિક હેતુઓ માટે તેનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોનના ઉપયોગના સંદર્ભમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે મોટો તફાવત હતો. 36.2 ટકા છોકરાઓની સરખામણીમાં માત્ર 26.9 ટકા છોકરીઓએ કહ્યું કે તેમની પાસે પોતાનો સ્માર્ટફોન છે. સેફ્ટી ફીચર્સમાં છોકરીઓ છોકરાઓથી પાછળ છે. તેમની સરખામણીમાં છોકરાઓ સેફ્ટી ફીચર્સ વિશે વધુ જાગૃત છે. રિપોર્ટ અનુસાર, 62 ટકા છોકરાઓએ કહ્યું કે તેઓ જાણે છે કે પ્રોફાઈલને કેવી રીતે બ્લોક કરવી અથવા તેની રિપોર્ટ કરવી. ઉપરાંત, 55.2 ટકા લોકો જાણે છે કે પ્રોફાઇલને પ્રાઇવેટ કેવી રીતે બનાવવી અને 57.7 ટકા લોકો પાસવર્ડ કેવી રીતે બદલવો તે જાણે છે.
કોવિડ-19 વર્ષો દરમિયાન સરકારી શાળામાં નોંધણીમાં જોવા મળેલો વધારો ઉલટો જણાય છે. ગ્રામીણ ભારતમાં 2006 થી ખાનગી શાળામાં નોંધણી સતત વધી રહી છે. ખાનગી શાળાઓમાં નોંધાયેલા 6-14 વર્ષના બાળકોનું પ્રમાણ 2006 માં 18.7 ટકાથી વધીને 2014 માં 30.8 ટકા થયું અને 2018 માં તે સ્તરે જ રહ્યું.
રોગચાળાના વર્ષો દરમિયાન, સરકારી શાળામાં નોંધણીમાં મોટો ઉછાળો આવ્યો હતો. જેમાં સરકારી શાળાઓમાં નોંધાયેલા 6-14 વર્ષના બાળકોનું પ્રમાણ 2018 માં 65.6 ટકાથી વધીને 2022 માં 72.9 ટકા થયું હતું. આ સંખ્યા 2024 માં પાછી 66.8 ટકા થઈ ગઈ છે. અહેવાલમાં નોંધાયું છે કે 2018 ના સ્તર પર આ લગભગ સંપૂર્ણ ઉલટો ગ્રેડ તેમજ લિંગ બંનેમાં જોવા મળે છે અને અર્થતંત્ર અન્ય ક્ષેત્રોમાં સુધર્યું પણ છે.
શિક્ષણની વાર્ષિક સ્થિતિ અહેવાલ (એએસઈઆર) 2024 એ એક રાષ્ટ્રવ્યાપી ગ્રામીણ ઘરગથ્થુ સર્વેક્ષણ છે જે ભારતના 605 ગ્રામીણ જિલ્લાઓના 17,997 ગામડાઓમાં 6,94,491 બાળકો સુધી પહોંચ્યું હતું. પ્રથમ નામના એનજીઓ દ્વારા સહાયતા પ્રાપ્ત થયેલા દરેક જિલ્લામાં, એક સ્થાનિક સંસ્થા અથવા અન્ય સંસ્થાએ આ સર્વેક્ષણ હાથ ધર્યું હતું.
કેટલાક રાજ્યોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને તેમના રોગચાળા પહેલાના શિક્ષણ સ્તરને વટાવી ગયા છે, જ્યારે અન્ય હજુ સુધી સંપૂર્ણપણે રિકવર થયા નથી. તેમ છતાં 2022 ની સરખામણીમાં લગભગ બધા રાજ્યોમાં સુધારો જોવા મળ્યો છે.
અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે લગભગ તમામ રાજ્યો (જમ્મુ-કાશ્મીર અને નાગાલેન્ડ સિવાય) 2022 ની સરખામણીમાં ધોરણ 3 ના વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તરમાં સુધારો દશર્વ્યિો છે, જે વર્ષે બાળકો રોગચાળા પછી શાળાએ પાછા આવ્યા હતા, ત્યારે હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોએ 2022 ની સરખામણીમાં 2024 માં વાંચન સ્તરમાં 10 ટકાનો વધારો દશર્વ્યિો હતો.
પ્રથમ વખત, રાષ્ટ્રવ્યાપી ઘરગથ્થુ સર્વેક્ષણમાં ડિજિટલ સાક્ષરતા પર એક વિભાગ હતો, જે 14-16 વય જૂથના મોટા બાળકો પર લાગુ પડ્યો હતો. તેમાં સ્માર્ટફોનની ઍક્સેસ, માલિકી અને ઉપયોગ અંગે સ્વ-રિપોર્ટ કરાયેલા પ્રશ્નો તેમજ કેટલાક મૂળભૂત ડિજિટલ કૌશલ્યોનું એક-એક મૂલ્યાંકન શામેલ હતું.
અહેવાલમાં જણાવાયું છે કે 14-16 વય જૂથના તમામ બાળકોમાંથી 82.2 ટકાએ સ્માર્ટફોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણ્યું છે. આમાંથી, 57 ટકાએ પાછલા અઠવાડિયામાં શૈક્ષણિક પ્રવૃત્તિ માટે તેનો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું, જ્યારે 76 ટકાએ કહ્યું હતું કે તેઓએ તે જ સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા માટે તેનો ઉપયોગ કર્યો હતો. અહેવાલમાં જાણવા મળ્યું છે કે ધોરણ 1 માં સગીર બાળકો (પાંચ વર્ષ કે તેથી ઓછી ઉંમરના) નું પ્રમાણ સમય જતાં ઘટી રહ્યું છે. 2018 માં, આ આંકડો 25.6 ટકા હતો, 2022 માં તે 22.7 ટકા હતો અને 2024માં રાષ્ટ્રીય સ્તરે, ધોરણ-1 માં સગીર બાળકોની ટકાવારી અત્યાર સુધીની સૌથી ઓછી 16.7 હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application