રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વોર્ડ નં.૨માં રેસકોર્ષ સંકુલમાં આર્ટ ગેલેરી એકઝીબીશન હોલ બનાવવામાં આવી રહ્યું છે તેમજ રેસકોર્ષ સંકુલમાં આવેલ વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ ખાતે સેલ્ફ સપોર્ટેડ ફ ફીટીંગ કરવાનું કામ ચાલી રહ્યું છે, જેની તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ સ્થળ મુલાકાત કરી ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કયુ હતું અને કામગીરી ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા આદેશ કર્યેા હતો.
મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ આર્ટ ગેલેરી એકઝીબીશન હોલની ચાલી રહેલ કામગીરી વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, .૫,૯૦,૮૦,૧૭૫ના ખર્ચે ૯૭૬ ચોરસ મીટર ક્ષેત્રફળમાં આર્ટ ગેલેરી એકઝીબીશન હોલ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં ગ્રાઉન્ડલોર પર મલ્ટીપર્પઝ ગેલેરી તેમજ એકિઝબિસન હોલ, સ્ટોરમ, ટોઇલેટ બ્લોક, વોટરમ, ઇલેકટ્રીકમ, લીફટ તથા અન્ય બે ગેલેરી તેમજ ફસ્ટ ફલોર પર બે ગેલેરીનો સમાવેશ થાય છે. તેમજ આ રેસકોર્ષ સંકુલમાં આર્ટ ગેલેરીનું કામ થવાથી રાજકોટનાં આર્ટિસ્ટોને તેમની કલાનાં પ્રદર્શન માટે એક પ્લેટફોર્મ મળી રહેશે. આ ઉપરાંત હસ્તકલા, પેઇન્ટીંગ તથા અન્ય પ્રદર્શનો થઇ શકશે. દર વર્ષે આર્ટ ગેલેરીનો અંદાજીત એક લાખથી વધુ નાગરિકોને લાભ મળી રહેશે.
મ્યુનિ.કમિશનર આનદં પટેલએ રેસકોર્ષ સંકુલમાં આવેલ વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ ખાતે સેલ્ફ સપોર્ટેડ ફ ફીટીંગ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ્ર રેસકોર્ષ સંકુલમાં આવેલ ઇન્ડોર સ્ટેડીયમ ખાતેનું હયાત ફિંગ અંદાજીત ૨૩ વર્ષ જુનું છે તથા ચોમાસામાં લીકેજની સમસ્યા પણ ઉદભવે છે જેને ધ્યાનમાં લઈને . .૭૫,૬૭,૧૬૦ના ખર્ચે ૪૫ મીટર સ્પાન, ૧૮૮૦ ચો.મી નવું આધુનિક સેલ્ફ સપોર્ટેડ ફ નાંખવાની કામગીરી ચાલી રહી છે. ઉપરોકત સાઇટ વિઝિટ દરમ્યાન સિટી એન્જીનિયર અતુલ રાવલ, ગાર્ડન શાખાના ડો. હિરપરા, મેનેજર કૌશિક ઉનાવા, ડી.ઇ.ઇ. એચ.એમ.કોટક, પી.એ. (ટેક.) ટુ કમિશનર હિમાંશુ દવે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech