IPLમાં વાપસી કરી રહ્યા છે સૌરવ ગાંગુલી,જાણો કઈ ટીમનો બનશે ભાગ

  • January 03, 2023 08:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હી કેપિટલ્સની 16મી સિઝન શરૂ થાય તે પહેલા જ સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી આગામી સિઝન માટે ટીમમાં પરત ફર્યા છે.


​​​​​​​રિપોર્ટ અનુસાર, IPL 2023માં સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના ક્રિકેટના વડા હશે. તમને જણાવી દઈએ કે આ પહેલા સૌરવ ગાંગુલી બીસીસીઆઈ ચીફ બનતા પહેલા દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા હતા. અગાઉ માર્ચ 2019માં સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના સલાહકાર રહી ચૂક્યા છે.

સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ બન્યા બાદ દિલ્હી કેપિટલ્સના મેન્ટરનું પદ છોડી દીધું. સૌરવ ગાંગુલી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પૂણે વોરિયર્સ ઈન્ડિયાનો કેપ્ટન પણ રહી ચુક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application