મુંગણી ગામમાં રહેતા બુઝુર્ગે પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે આધુનિક શ્રવણ એવા પોતાના પુત્ર સામે ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.
જામનગર તાલુકાના મુંગણી ગામમાં ગાગવા રોડ પર રહેતા અને નિવૃત્ત જીવન જીવતા મગનભાઈ દેશાભાઈ પરમાર નામના ૬૭ વર્ષ ના બુઝુર્ગે સિક્કા પોલીસ મથકમાં આવીને પોતાને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના પુત્ર મુકેશ મગનભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી મગનભાઈ કે જેઓ ગઈકાલે પોતાના ઘેર જમવાનું બનાવવા બાબતે પોતાના પત્ની સવિતાબેન સાથે જીભાજોડી કરી રહ્યા હતા, તે દરમિયાન તેનો પુત્ર મુકેશ ત્યાં ધસી આવ્યો હતો, અને માતાનું ઉપરાણું લઈને પિતા સાથે ગેરવર્તન કરી ગાળો ભાંડી હતી, અને મારી નાખવાની ધમકી ઉચારતાં આખરે મામલો સિક્કા પોલીસમાં લઈ જવાયો હતો.
**
મીઠાપુરના યુવાન પર હુમલા સબબ બે બંધુઓ સામે ગુનો
ઓખા મંડળના મીઠાપુર તાબેના લાલસિંગપુર ગામે રહેતા વાલાભા કુંભાભા કેર નામના ૨૧ વર્ષના યુવાન પર લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરી, વાલાભા કેરને ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડ્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી વાલાભા દસેક માસ પૂર્વે આરોપી પરિવારની એક યુવતીને ભગાડી ગયો હોય, જે બાબતનું મનદુ:ખ રાખી, આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech