વસંતના આગમનને વધાવતો અને ગેઈટ–વે ઓફ– સમર ભકિત અને આનંદના નઝરાણાસમા હોળી–ધૂળેટીના તહેવારને આવકારવા સોમનાથ તીર્થ અધીરતા સાથે સજજ થયુ છે. સોમનાથના દિવ્ય દૈતયસુદન ભગવાનના મંદિરે તો વસતં પંચમીથી જ હોળી અનુપ દેવ શણગાર–પૂજા કરાઈ રહી છે. હોળી–ધૂળેટી સુધી દરરોજ બપોરના આરતી પછી અબીલ–ગુલાલ–કેસુલાનો રગં કેસર, સુગંધિત પવિત્ર યમુના જળથી હોળી ઉત્સવની પરંપરા ખેલાય છે અને ધાણી, ફગવા, ખજૂરની પ્રસાદી ભોગ ધરાવાય છે.
કરિયાણા બજારો ધાણી, દાળિયા, ટોપરા, સાકરના હારડા, ફળ, ખજૂર, અબલી–ગુલાલ, રંગભરી પીચકારીઓ ભાત–ભાતના કલરો, નાની ધજાઓની બજારો છવાઈ છે. આદી અનાદીથી સોમનાથમા હોળી ધૂળેટીનુ મહત્વ રહેલુ છે. તેનુ સાક્ષી સોમનાથ ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટરમા આવેલ સોમનાથના પ્રાચીન શિલ્પ સ્થાપત્ય જૂના સંગ્રહાયેલ શિલ્પ કોતરણી ના જીર્ણ–અવશેષોમાં આજે ય જોવા મળે છે.
આ શિલ્પ હોલિકા દહનનું છે અને જે અંગે તે શિલ્પ નીચે અંગ્રેજી–હિન્દી અને બ્રેઈન લીપીમાં હોલિકા દહનનો ઈતિહાસ જણાવ્યો છે. સોમનાથનું હાલનુ મંદિર સાતમુ મંદિર છે અને આ શિલ્પ આ પૂર્વેના છઠ્ઠા મંદિરના એટલે કે ઈ.સ. ૧૩૦૮ના સમયના છે
ભગવાનને વસતં પંચમીથી હોળીના પર્વ સુધી શ્ર્વેત વક્રનો શણગાર
ભગવાનને વસતં પંચમીથી હોળીના દિવસુધી શ્વેત વક્રનો દિવ્ય શણગાર અને તેની ઉપર અબીલ–ગુલાલના છાંટણા હોય છે જે અલૌકિક દિવ્ય દર્શનમય હોય છે. તેમજ સોમનાથના વેરાવળમા એક અને પ્રભાસના રામરાખ ચોક અને પાટચકલામા કાળભૈરવની માટીની મૂર્તિ બનાવવામા આવે છે. તેના સાનિધ્યમાં હોળી પ્રગટાવવામા આવે છે.
સોમનાથ મંદિરે પણ વૈદિક હોળી પ્રગટાવાય છે
સોમનાથ મંદિર પણ વૈદિક હોળી પ્રગટાવે છે અને હોળી–ધૂળેટીના દિવસે પર્વને અનુપ સંધ્યા શણગાર કરાય છે. હોળી પ્રગટયા બાદ ઢોલ–શરણાઈ અને મંગળ ગીતો સાથે જે તે જ્ઞાતિજનો–પરિવાર હોળીની વાડ લઈ હોળીના સ્થળે આવે છે અને આ વર્ષમાં જન્મેલા બાળકોને અને પ્રભુતામાં પગલા પાડનાર ભૈરવનાથ દાદના આશીર્વાદ લે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો બાથરૂમ માટે ટાઈલ્સ સિલેક્ટ કરવામાં કરશો આ ભૂલ તો બાથરૂમ દેખાશે હંમેશા ગંદુ
May 14, 2025 03:30 PMચાર દિવસમાં કામ કરતી વખતે શ્રમિકના અકસ્માતે મૃત્યુ થવાની ત્રીજી ઘટના
May 14, 2025 03:14 PMયુવતીને ઘરની બહાર બોલાવી છેડતી, હડધુત કરવાના ગુનાના ૩ આરોપીના જામીન મંજુર
May 14, 2025 03:14 PMજસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ બન્યા ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ, જાણો તેમના વિશે બધું જ
May 14, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech