અલીયા ગામનો શખ્સ જામનગર જીલ્લામાંથી હદપાર

  • June 07, 2025 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંચ-એ દ્વારા કરાતી કાર્યવાહી : શખ્સ જુદા જુદા ગુનામાં સંડોવાયેલ

જામનગર જીલ્લા પોલીસ દ્વારા વધુ એક શખ્સ સામે હદપારીનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ છે, અલીયા ગામના શખ્સ સામે લાલપુર અને પંચ-એમાં જુદા જુદા ગુના નોંધવામાં આવ્યા છે.

જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધા દ્વારા અસામાજીક તત્વો પર હદપારી કરવા સુચના કરાઇ હોય જે અન્વયે પંચ-એના પીઆઇ એમ.એન. શેખ તથા સ્ટાફના એએસઆઇ જયપાલસિંહ દ્વારા હદપારીની દરખાસ્ત તૈયાર કરીને ગ્રામ્ય ડીવાયએસપી મારફતે સબ ડીવી મેજી. બી.એ. કાલરીયા તરફ મોકલેલ તેઓ દ્વારા અજય ઉર્ફે અજલો રામ મકવાણા રહે. અલીયા ગામ મેઇન બજાર પાછળને જામનગર જીલ્લાની હદમાંથી હદપાર કરવા હુકમ કરતા એએસઆઇ નિર્મળસિંહ દ્વારા આ મામલે હદપાર મોકલવા તજવીજ કરવામાં આવી હતી.

અજય મકવાણા લાલપુર પોલીસ સ્ટેશનના બે ગુના, પંચ-એના જુદા જુદા ગુનામાં સંડોવાયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક શખ્સ સામે હદપારીનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application