મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગરમાં: ૪૩૦ કરોડના કામોનું ખાતમુર્હુત-લોકાર્પણ

  • June 07, 2025 01:13 PM 

આજે સવારે એરપોર્ટ પર મુખ્યમંત્રી આવતા જ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસૂર્યા, કલેકટર અને મ્યુ. કમિશ્નરે કર્યું સ્વાગત: એરપોર્ટથી સીધા ટાઉનહોલ પહોંચ્યા: રસ્તામાં મુખ્યમંત્રીનું લોકોએ અભિવાદન ઝીલ્યું


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર જીલ્લાના પ્રવાસે આજે સવારે જામનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રીનું આગમન થયું હતું. ‚ા. ૪૩૦ કરોડના કામોમાં ૩૦ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હુત કર્યું હતું અને જામનગરના વિકાસમાં તેઓ હજુ પણ વધુ યોગદાન આપશે તેમ જણાવ્યું હતું. આજે સવારે મુખ્યમંત્રીનું એરપોર્ટ પર સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસૂર્યા, કલેકટર કેતન ઠક્કર અને મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીએ સ્વાગત કર્યું હતું, ટાઉનહોલ ખાતે જામ્યુકોના પદાધિકારીઓ, ધારાસભ્યો સહિતના લોકોએ પણ મુખ્યમંત્રીને આવકાર આપ્યો હતો, તેમજ સાંસદ પૂનમબેન માડમની ટીમે ભગવાન દ્વારકાધીશની છબી અને કલેકટર તેમજ કમિશ્નરે જામનગરના રણમલ તળાવનું ચિત્ર મુખ્યમંત્રીને ભેટ આપ્યું હતું.


મુખ્યમંત્રી દ્વારા જામનગર શહેરના ટાઉનહોલ ખાતેથી ‚ા. ૪૩૦ કરોડથી વધુના ખર્ચે વિવિધ ૩૦ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત કરાયું હતું. જેમાં કુલ ‚ા. ૩૪ કરોડ ૭૪ લાખના ખર્ચે થનાર લોકાર્પણના કાર્યક્રમોમાં લાલપુર રોડ પર પમ્પ હાઉસ પાછળની જગ્યામાં ‚ા. ૧૩ કરોડ ૨૯ લાખના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર, હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર ‚ા. ૧૦ કરોડ ૬૬ લાખના ખર્ચે નિર્માણ પામેલ ડો.શ્યામપ્રસાદ મુખર્જી શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર, જામનગર મહાનગરપાલિકા ઓફિસ કેમ્પસમાં ‚ા.૮ કરોડ ૧૪ લાખના ખર્ચે નિર્માણ પામેલ નવા જનરલ બોર્ડનું બિલ્ડીંગ, ગુરુ ગોબિંદસિંગ હોસ્પીટલમાં ‚ા.૩૫ લાખના ખર્ચે બનેલ બે  પે એન્ડ યુઝ ટોઇલેટ બ્લોક બનાવવાના કામોનો સમાવેશ થાય છે. 


જીલ્લા વહીવટી તંત્ર, જામનગરના શિક્ષણ વિભાગને લગત લોકાર્પણના કામો જેમાં ‚ા.૧ કરોડના ખર્ચે કનસુમરા વાડી પ્રાથમિક શાળામાં વધારાના ૫ ક્લાસ‚મ બનાવવાનું કામ, ‚ા.૬૦ લાખના ખર્ચે રાફુદડ પ્રાથમિક શાળામાં વધારાના ૩ ક્લાસ‚મ બનાવવાનું કામ, ‚ા.૪૦ લાખના ખર્ચે ધ્રોલ વાડી શાળા -૪ માં વધારાના ૨ ક્લાસ‚મ બનાવવાનું કામ, ‚ા.૨૦ લાખના ખર્ચે હમાપર પ્રાથમિક શાળામાં વધારાનો ૧ ક્લાસ‚મ બનાવવાનું કામ તથા ‚ા.૧૦ લાખના ખર્ચે નિકાવા આંગણવાડીનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ટાઉનહોલમાં ખીચોખીચ મેદની વચ્ચે મુખ્યમંત્રીએ હાજર રહેલા તમામ નાગરિકો, કોર્પોરેટરો, સંગઠ્ઠનના કાર્યકરો, જિલ્લા પંચાયતના સભ્યો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.


આજે ‚ા.૩૯૫ કરોડ ૭૬ લાખના ખર્ચે થનાર ખાતમુહુર્ત થનાર કામોમાં ‚ા.૮૪ કરોડ ૮૮ લાખના ખર્ચે જામનગર શહેરના ઠેબા બાયપાસ જંકશન પર ફલાય ઓવર બ્રીજ બનાવવાનું કામ, ‚ા.૫૦કરોડ ૭ લાખના ખર્ચે શહેરના સમર્પણ સર્કલ જંકશન પર ફલાય ઓવરબ્રીજનું કામ, ‚ા.૩૫કરોડ ૨૧ લાખના ખર્ચે ટી.પી. સ્કીમ નં.૫ પર મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્ષ (ઓડીટોરીયમ) બનાવવાનું કામ, ‚ા.૨૨ કરોડ ૭૬લાખના ખર્ચે ૧૦ એમ.એલ.ડી. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓપન ટેકનોલોજી સાથે તથા સીવેજ પમ્પીંગ સ્ટેશન બનાવવાનું કામ, ‚ા.૬ કરોડ ૫૫ લાખના ખર્ચે લાલપુર બાયપાસ રોડ પર ફાયર સ્ટેશન બનાવવાનું કામ, ‚ા.૫ કરોડ ૧૮લાખના ખર્ચે સમર્પણ ઈ.એસ.આર.થી સત્યમ કોલોની, સમર્પણ સર્કલ તથા ખોડીયાર મંદિર સુધી ડી.આઈ. પાઈપ લાઈનનું કામ, ‚ા.૪ કરોડ ૫૨ લાખના ખર્ચે પટેલ કોલોની શેરી નં. ૧૨ માં પી.એન.માર્ગ થી નવી હાઈકોર્ટ બિલ્ડીંગ થઈને ગાંધીનગર થઈ માજોઠીનગર રેલ્વે ટ્રેક પુલીયા સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાનું કામ, ‚ા.૨ કરોડ ૭૮ લાખના ખર્ચે પટેલ કોલોની શેરી નં.૧૨માં  પી.એન.માર્ગ થી નવી હાઈકોર્ટ બિલ્ડીંગ થઈને ગાંધીનગર સુધી સી.સી.રોડનું કામનો સમાવેશ થાય છે.


આ ઉપરાંત ‚ા.૨ કરોડ ૭ લાખના ખર્ચે લાલવાડી વિસ્તારમાં સંસ્કાર ધામ સોસાયટી, શીતવન સોસાયટી, ગીરીરાજ સોસાયટી શેરી નં. ૪ મહાપ્રભુજીની બેઠક પાછળ શ્રીજી સોસાયટી તથા વ્રજ વલ્લભ સોસાયટીની આંતરિક શેરીઓમાં સી.સી. રોડનું કામ, ‚ા.૧ કરોડ ૩૮ લાખના ખર્ચે મચ્છનગરમાં બાપા સીતારામની મઢુલીથી મોમાઈનગર થઈ ગાંધીનગર હરીઓમ પાન થઈ ઈચ્છેશ્વર મહાદેવનું મંદિર થઈ ખોડીયાર હોલની બાજુમાં આવેલ પુલીયા સુધી સી.સી. રોડનું કામ, ‚ા.૧ કરોડ ૩૧ લાખના ખર્ચે દિગ્વિજય પ્લોટ ૪૯, રામનગરથી જકાતનાકા સર્કલ સુધી સી.સી. રોડનું કામ, ‚ા.૧ કરોડ ૨૩ લાખના ખર્ચે કિર્તી પાનથી સરદાર પાર્કથી વૃદાવન પાર્ક બોકસ કેનાલ સુધી સ્ટ્રોમ વોટર પાઈપ ડ્રેનેજના કામ, ‚ા.૭૭ લાખના ખર્ચે કિર્તીપાનથી સરદાર પાર્કથી વૃદાવન પાર્ક બોકસ કેનાલ સુધી સી.સી. રોડનું કામ, ‚ા.૭૫ લાખના ખર્ચે ધરારનગર- ૨ બાપા સીતારામ મઢુલીથી શહીદી હોટલ થઈને દાતારી પાન સુધી સી.સી. રોડનું કામ, ‚ા.૭૫ લાખના ખર્ચે કીર્તીપાનથી વાયા હર્ષદ મિલની ચાલી થઇ ઘાંચીની ખડકી સુધી સી.સી.રોડનું કામ, ‚ા.૬૮ લાખના ખર્ચે વોર્ડ નં. ૧૬માં  હરીધામ વાળો મેઈન રોડ સી.સી. રોડનું કામ, ‚ા.૪૩ લાખના ખર્ચે મોમાઈનગર શેરી નં. ૧ થી ૪થી શાળા નં.૪૦ની બાજુમાં આવેલ કેનાલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાનું કામ, ‚ા.૪૨ લાખના ખર્ચે ૧૫માં નાણાંપંચની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં. ૧, બેડેશ્વર વિસ્તારમાં ગીરીરાજ ઓઈલમીલ પાસે સી.સી. રોડનું કામ, ‚ા.૩૭ લાખના ખર્ચે મંગલધામ કનૈયા પાર્કથી મંગલધામના છેડા સુધી સી.સી. રોડના કામનો સમાવેશ થાય છે. 


આ ઉપરાંત, એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં ‚ા.૧૧૫ કરોડ ૩૯ લાખના ખર્ચે નવી યુ.જી. બોયઝ હોસ્ટેલ અને પી.જી.બોયઝ હોસ્ટેલ બનાવવાના કામનું ખાતમુહુર્ત અને સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલનુ અપગ્રેડેશન અને નવા બાંધકામના કામનું ‚ા.૫૮ કરોડ ૨૬ લાખના ખર્ચે ખાતમુહુર્ત કરાયું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પુનમબેન માડમ, મેયર વિનોદ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેઘજીભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરચર, સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કગથરા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા પ્રમુખ ડો. વિનોદ ભંડેરી, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી સહિતના હાજર રહ્યા હતા, ઉપરાંત  જીલ્લા કલેકટર કેતન ઠક્કર, મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી, એસ.પી. પ્રેમસુખ ડેલુ, ભાજપના મહામંત્રી પ્રકાશ બાંભણીયા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમ કકનાણી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, ગઇકાલે નગરસેવિકા રચના નંદાણીયાએ પોલીસે નજરકેદ કર્યા બાદ આજે સવારે નગરસેવિકા જૈનબ ખફીને પણ તેમના ઘરે નજરકેદ કરવામાં આવી હતી, જો કે તેણીએ ઇદ હોવાથી બહાર જવા કહ્યું હતું, પરંતુ મહિલા પોલીસે તેમની વાત માની ન હતી અને તેમના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application