જામનગરમાં યુવાનને ઢીકા-પાટુનો માર માર્યો 

  • June 07, 2025 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પતાવી દેવાની ધમકી : ચાર શખ્સ સામે ફરીયાદ


જામનગરના મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં એક યુવાનને ઢીકાપાટુનો માર મારીને પતાવી દેવાની ધમકી દીધાની કુલ ચાર સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. 


જામનગરના ચુનાના ભઠ્ઠા નજીક રહેતા સેન્ટીંગનું કામ કરતા સાજીદ વલીમામદ તાયાણી (ઉ.વ.૪૨) નામનો યુવાન તા. ૫ના રોજ રીક્ષા લઇને જતો હતો ત્યારે  બે અજાણ્યા શખ્સોએ પોતાનું મોટર સાયકલ લઇને નીકળેલા અને ફરીયાદી સાથે બોલાચાલી કરી હતી ત્યાર બાદ ફરીયાદી સેન્ટોજા સોસાયટીમાં કામ ઉપર જતા હતા ત્યારે આરોપીઓ બાઇકમાં આવીને ચારેયએ સાથે મળીને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો.


આરોપી પરેશે અમારી વચ્ચે આવતો નહી નહીતર જાનથી પતાવી દેશુ તેવી ધમકી દીધી હતી આ અંગે સાજીદભાઇએ સીટી-એ ડીવીઝનમાં પરેશ સતવારા તથા ૩ અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.


કનસુમરા પાટીયા પાસે ટ્રકે બાઇકને ઠોકર મારતા યુવકને ઇજા

જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે ટ્રકે બાઇકને ઠોકર મારતા એક યુવાનને બંને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોચી હતી.

જામનગરના ખોજા ગેઇટ વિસ્તાર આંબલી ફળીમાં રહેતા ઓસમાણ ઇબ્રાહીમભાઇ ચીતરીયા (ઉ.વ.૪૪) એ ગઇકાલે પંચ-બીમાં ટ્રક નં. જીજે૧૦ટીવાય-૧૫૪૧ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદીનો પુત્ર મોહીનુદીન ચીતરીયા ગત તા. ૨૮-૪-૨૫ના રોજ પોતાનું મોટરસાયકલ નં. જીજે૧૦ડીપી-૬૫૮૨ લઇને કનસુમરા પાટીયા પછી આવેલ સાંઢીયા પુલ નીચેથી પસાર થતો હતો ત્યારે ઉપરોકત નંબરના ટ્રકચાલકે બાઇકને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.
ઠોકર મારતા યુવાન રોડ પર પડી જતા શરીરના ભાગે મુંઢ ઇજા અને બંને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોચાડી ચાલક નાશી ગયો હતો. 


કાલાવડમાં વર્લી મટકાનો જુગાર

કાલાવડના સીનેમા રોડ પર વર્લી મટકાનો જુગાર રમતા શખ્સને પકડી લેવામાં આવ્યો હતો. કાલાવડની સીપાહી શેરીમાં રહેતા અમઝદખાન જુસબખાન પઠાણ નામના શખ્સને સીનેમા રોડ પર જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા સ્થાનીક પોલીસે રોકડ ૧૪૦૦ અને આંકડા લખેલી ચિઠ્ઠી સાથે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application