સોલેરીયમ ઇએસઆર ઝોનના વિસ્તારોમાં આજે પાણી નહીં મળે

  • October 06, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાર્ક કોલોની, પારસ સોસાયટી, પંચવટી મેઇન રોડ, સદ્દગુ કોલોની, સ્વસ્તિક સોસાયટી, વાલ્કેશ્ર્વરીનગરી, હિંમતનગર, પટેલ કોલોની રામેશ્ર્વરનગર સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળતા ગૃહિણીઓ નારાજ


જામનગરને પીવાનું પાણી પું પાડતા તમામ ચારેય ડેમ છલોછલ ભરાઇ ગયા છે, એટલું જ નહીં નર્મદાનું પાણી પણ મળી રહ્યું છે, એવા અરસામાં પાઇપલાઇન શીફટીંગ કરવાની હોય, આજે જામનગરના સોલેરીયમ ઝોન-એ વિસ્તારમાં આજે પાણી નહીં મળે. આવતીકાલે રાબેતા મુજબ પાણી વિતરણ થશે તેમ વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલે એક અખબારી યાદીમાં જણાવાયું છે.


જામનગર શહેરમાં સોલેરીયમ ઝોન-1 વિસ્તારમાં પારસ સોસાયટી, પંચવટી મેઇન રોડ, પાર્ક કોલોની, સદ્દગુ કોલોની, સ્વસ્તિક સોસાયટી, વાલ્કેશ્ર્વરીનગરી, હિંમતનગર 1 થી પ હાટકેશ સોસાયટી, જયંત સોસાયટી, વિકાસગૃહ રોડ, આનંદ કોલોની, પટેલ કોલોની શેરી નં. 3, 4, રામેશ્ર્વરનગર, માતૃ આશિષ શેરી નં. 1 થી 3, પટેલ વાડી શેરી નં. 1 થી 3, બેંક કોલોની, મહિલા કોલેજ રોડ, પ્રતાપનગર, જજ બંગલા વાળો વિસ્તાર, અંબર સિનેમા મેઇન રોડ જેવા વિસ્તારોમાં પાઇપલાઇન શીફટીંગ કરવાની હોય પાણી નહીં મળે, તેમના પછીના દિવસે પ્રથમ ઝોન એ માં અને ત્યારબાદ ઝોન બી વિસ્તારમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application