ખંભાળિયામાં જિલ્લા ભાજપ આઈટી સેલની સોશિયલ મીડિયાની કાર્યશાળા યોજાઈ

  • October 03, 2023 10:56 AM 

શંખનાદ 2023 હેઠળ નેતાઓની ઉપસ્થિતિમાં ચર્ચાઓ કરાઈ



દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા યોગ હોલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા આઈટી તથા સોશિયલ મીડિયાની કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત પાર્ટીના આગેવાનો તથા હોદ્દેદારોએ વિવિધ બાબતે માર્ગદર્શન આપ્યું હતું.


આ મહત્વની બેઠકમાં આઈ.ટી. ટીમના "શંખનાદ અભિયાન" હેઠળ પાર્ટીના પ્રદેશથી મંડળ સુધી તેના સોશિયલ મીડિયા નેટવર્કને વધુ મજબૂત બનાવવા અને તેનો વ્યાપ વધારવા માટેના અભિયાન બાબતે પ્રશિક્ષણ તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયાના સહ ઇન્ચાર્જ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સોશિયલ મીડિયાના પ્રભારી પારસભાઈ ઘેલાણી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા ઉપસ્થિત યુવા કાર્યકરોને વિવિધ મુદ્દે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.


આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાન રાખીને આઈ.ટી. તથા સોશિયલ મીડિયાનું મહત્વ તથા વોટ્સએપ, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવા જુદા જુદા માધ્યમોનો કઈ રીતે અસરકારક ઉપયોગ થાય તેના ઉદાહરણો સાથે જરૂરી માહિતીઓ આપવામાં આવી હતી.


આ કાર્યશાળામાં સોશિયલ મીડિયા અંગે જાણકારી, કાર્યપદ્ધતિ તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા અંગેનું માર્ગદર્શન ઉપસ્થિત આગેવાનોએ પૂરું પાડ્યું હતું. જેમાં જિલ્લા તથા શહેર સંગઠનના હોદ્દેદારો, પાલિકાના સભ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


આ સમગ્ર આયોજન દરમિયાન પ્રભારી પારસભાઈ ઘેલાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી રસિકભાઈ નકુમ, યુવરાજસિંહ વાઢેર, ભરતભાઈ ગોજીયા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, તાલુકા પ્રમુખ કિશોરસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના શક્તિસિંહ જાડેજા, વિગેરે સાથે આઇટી સેલના કન્વીનર હાર્દિક મોટાણી, સહ કન્વીનર જયેશ જેઠવા, મીત સોમૈયા, જિલ્લા સોશિયલ મીડિયાના કન્વીનર સુદીપ હર્ષ, ભાર્ગવ તન્ના, રાજેશ ઠકરાર વિગેરે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application