BREAKING NEWS

આટકોટના જીવાપર ગામે ત્રણ મકાનોમાં તસ્કરો ત્રાટકયા, અઢી લાખની મત્તાની ચોરી

  • June 02, 2026 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ નજીક આવેલા જીવાપર ગામે બે દિવસ પહેલા ત્રણ સ્થળે તસ્કરો ત્રાટકી અઢી લાખની મત્તા ઉઠાવી ગયા હતાં. આટકોટથી ૧૦ કિલોમીટર દૂર આવેલા જીવાપર પર ગામે રાત્રિના સમયે એક સાથે ત્રણ મકાનોમાં તસ્કરો  ત્રાટકયા હતા એમાં રોકડા પિયા મોટરસાયકલ સહિત સોના ચાંદી ઘરેણા ઉઠાવી ગયા હતા ત્યારે મળતી વિગતો જોઈએ તો આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભરતભાઈ બોદરનાં મકાનમાં ૬૫૦૦૦ રોકડા તેમજ સોના ચાંદીની ચોરી તેમજ ભદ્રેશભાઈ પાનસુરીયાના મકાનમાં સોના ચાંદી રોકડા સહિતનો મુદ્દામાલ ગયો હતો તેમ જ અલ્પેશભાઈ બોદરનું મોટર સાયકલ જેના મકાનમાંથી ઉઠાવી ગયા હતા ત્યારે ઘટના સ્થળે આટકોટ પોલીસ દોડી ગઈ હતી સમગ્ર ઘટના છે એ સીસીટીવીમાં  કેદ હતી.
જેના આધારે આટકોટના પીઆઈ રાઠોડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ગામના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા થોડા દિવસ પહેલા જ આટકોટ પોલીસ સ્ટેશનમાં લોકદરબાર કરવામાં આવ્યો હતો ત્યારે દરેક ગામ લોકોને ગામમાં સીસીટીવી રાખવાનું કહેવામાં આવ્યું હતું અને ગામમાં સીસીટીવી હોય તો આવા તસ્કરોને પકડવા માટે પોલીસને મદદ મળી રહે છે.સીસીટીવી કેમેરામાં ત્રણ તસ્કરો નજરે પડે છે એક સાથે ત્રણ જગ્યાએ ચોરી થતા ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલમાં ગરમીનો સમય હોય લોકો ઢાબામાં સુતા હોય ત્યારે તસ્કરોને મોકલો મેદાન મળી જતું હોય છે જેને લઇ ચોરી કરી શકે છે આટકોટ પોલીસે ચોર પકડવા માટે સીસીટીવી કેમેરા તપાસ હાથ ધરી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application