જામજોધપુર પંથકમાંથી ગેર કાયદે ખનીજ ચોરી કરી રહેલ એક હિટાચી અને પાંચ ડમ્પર ભૂસ્તર શાસ્ત્રી કચેરીના સ્ટાફ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા.
જામજોધપુર તાલુકાના લાલવાડા નેસ, સતાપર ઉદેપુર રોડ ગામમાંથી અવાર નવાર મોરમ - ખનીજ ના બિનઅધિકૃત ખનન ની ફરિયાદ મળતા ભૂસ્તરશાસ્ત્રી જામનગર ની સૂચના થી જામનગર ની તપાસટીમ દ્રારા ગત તા.૦૩/૦૨/૨૦૨૬ ના રોજ આકસ્મિક રીતે તપાસ કરતા એક હિટાચી તથા પાંચ ડમ્પર દ્રારા સરકાર ની કોઈપણ પ્રકારની પરવાનગી વગર બિનઅધિકૃત રીતે ખનન અને વહન કરવા બદલ પકડી પાડવામાં આવ્યા હતા. અને પરડવા ગામ માં લિઝ ખાતે કસ્ટડી સોંપેલ છે, અને નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે.
સીઝ કરાયેલા વાહનોમાં હિટાચી ( વાહન માલીક - રૂડાભાઈ હમીરભાઇ બઢ ), ડમ્પર નંબર- જીજે-૧૦-ટીવી -૫૪૧૯ (વાહન માલીક- મયુરભાઈ ઓડેદરા ), ડમ્પર નંબર - જીજે-૨૫-યુ-૯૦૮૯(વાહન માલીક- કરણભાઈ જેશાભાઈ રાતીયા ), ડમ્પર નંબર - જીજે-૧૦-ટીવી- ૧૧૧૭ (વાહન માલીક- ભરતભાઈ બાપોદરા), ડમ્પર નંબર - જીજે-૧૨ એવી-૯૨૩૦ (વાહન માલીક- બાપોદરા વિરમભાઇ નાથાભાઈ), ડમ્પર નંબર પ્લેટ વગર જેના ચેસીસ નંબર - જીજે-૨૫-યુ -૭૧૨૮ (વાહન માલીક- રામભાઇ વિરમભાઇ બાપોદરા)નો સમાવેશ થાય છે.
કુલ મુદામાલ આશરે ૧.૫૦ કરોડનો મુદામાલ સ્થગિત કરવામાં આવ્યોં છે. આ કામગીરી સ્ટાફના નિખિલભાઈ, આનંદભાઈ, રમેશભાઈ,ભાવેશભાઈ, નૈતિક ભાઇ, રજનીકાંતભાઈ વગેરે એ કરી હતી.