BREAKING NEWS

ચાંદી એકઝાટકે 8800 રૂપિયા તૂટી, સોનામાં પણ રૂ. 3200નો કડાકો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

  • June 18, 2026 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે એક ચિંતાજનક દિવસ રહ્યો છે, જેમાં કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદી બંનેમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જેને કારણે રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર સત્તાવાર રીતે હસ્તાક્ષર પણ થઈ ગયા છે તેમ છતાં આજે સોના-ચાંદીની કિંમતો ઘટી છે. ગઇકાલે અમેરિકન શેરમાર્કેટમાં મોટો કડાકો નોંધાયો હતો અને આવનારી ફેડ રેટની માહિતીને કારણે પણ રોકાણકારો સાવચેત થઈ ગયા છે.


સોનાના ભાવમાં આજે ૨૫૩૧ રૂપિયાનો મોટો કડાકો બોલાયો છે. સોનાનો ગત દિવસનો બંધ ભાવ 1,53,879 રૂપિયા હતો, જેની સામે આજે બજાર 1,52,306 રૂપિયાના ઓપન ભાવે ખુલ્યું હતું અને ઘટાડા સાથે સોનું રૂ. 1,51,૩૪૮ના ભાવ પર ટ્રેડ થયો હતો.


ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં કુલ 8800 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. ચાંદીનો ગત દિવસનો બંધ ભાવ 2,51,807 રૂપિયા હતો, જેની સામે આજે બજાર 2,48,000 રૂપિયાના ઓપન ભાવે ખુલ્યું હતું અને થોડા જ સમયમાં રૂ.2,૪૪,૪૯૫ના સ્તરે પહોંચી ગઈ હતી.

આ અચાનક આવેલા ઘટાડાને કારણે બજારમાં રોકાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નિષ્ણાતોના મતે માર્કેટમાં હાલના વોલેટિલિટીના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. હવે આગામી દિવસોમાં ભાવ સ્થિર થશે કે વધુ ઘટશે તે જોવું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application