દ્વારકાધીશજીને શ્ર્વેત આભૂષણ પહેરાવાયા: સંઘ્યા મહાઆરતી યોજાશે
શરદ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર તેના તમામ સોળ તબકકાઓ સાથે દેખાતો હોય વર્ષ દરમ્યાન આવતી બાર પૂર્ણિમા પૈકી શરદ ઋતુના આગમનનો સંકેત આપતી અશ્વિન માસની પૂર્ણિમા એટલે કે શરદ પૂનમને પૂર્ણિમાઓમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. દ્વારકાધીશ જગતમંદિરમાં પણ શરદ પૂર્ણિમાનો રાસોત્સવ રાત્રિના સંધ્યા આરતી બાદ 8.00 થી 10.30 સુધી યોજવામાં આવ્યો હતો.
દ્વારકાના સુપ્રસિઘ્ધ ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરમાં પરંપરાગત રીતે શરદોત્સવની ઉજવણી કરાઇ છે, સાંજે સંઘ્યા આરતી બાદ શરદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને રાસેશ્ર્વર કૃષ્ણના ભાવથી શ્રૃંગાર ધારણ કરવામાં આવ્યા હતા. રાજાધિરાજને સાંજના સમયે વિશેષપે શ્ર્વેત વસ્ત્રો, મસ્તક પર મયુર મુગટ, સુર્વણજડિત આભૂષણો, ચોટી સહિતનો દિવ્ય શ્રૃંગાર ધારણ કરવામાં આવ્યો હતો.
ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂનમની રાત્રે ધનના દેવી લક્ષ્મીજીની પૂજા કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વીની મુલાકાત લેવા આવતાં હોય લક્ષ્મીજી પધારતા હોય તે દિવસે ભગવાન વિષ્ણુ તથા દેવી મહાલક્ષ્મીજીની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ભકતોને ધન-ધાન્યથી ભરી દે છે. આ ઉપરાંત આ દિવસે ચંદ્રદેવની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે.
એવું પણ કહેવાય છે કે શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે મહારાસ કર્યો હતો. જેના કારણે શરદ પૂનમના શુભ દિવસને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સંગ ગોપીઓના મહારાસને જોઈ ચંદ્રદેવ લાગણી વશ અભિભૂત થઈ ગયા હતા. તેથી તેમની ઠંડક અમૃતવષર્િ પે પૃથ્વી પર પડવા લાગી હતી. ત્યારથી અશ્વિન પૂર્ણિમાને શરદ પૂર્ણિમા અથવા તો રાસ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. શરદ પૂર્ણિમાને કોજાગીરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
એવું પણ કહેવાય છે કે એકવાર ગોપીઓ રાધાજી પાસે આવી શ્રીકૃષ્ણના પ્રેમની અનુભૂતિ કેવી રીતે કરી શકાય તે માટે પૂછે છે. આ સમયે રાધાજી આંખો બંધ કરી શ્રીકૃષ્ણને યાદ કરતા તુરંત જ શ્રીકૃષ્ણ પ્રકટ થયા. રાધાજીની વિનંતિથી શ્રીકૃષ્ણ શરદ પૂર્ણિમાના દિવસે યમુના ઘાટ પર રાસ રચવા સંમત થયા. અને શરદપૂર્ણિમાએ રાધાજી સંગે તેમજ સાથે આવેલ તમામ ગોપીઓ સંગ અલગ અલગ સ્વરૂપ ધારણ કરી વૃંદાવન ખાતે મહારાસ રચ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech