ઝનાના હોસ્પિટલમાં કમિશનની કટકી અને માનિતાઓની ગોઠવણ ન થતા આઇસીયુ, લેબર મ અને બાળકોના વિભાગમાં પીઆઈસીયુ,એમએનસીયુમાં કર્ટેઇન લગાવવામાં ન આવતા સગભર્િ અને પ્રસૂતાઓના માથા શરમથી ઝૂકી જતા હતા આ અંગેનો અહેવાલ આજકાલ દ્વારા શુક્રવારે પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તંત્રએ તાકીદે મિટિંગ યોજી વધુ એક વાર ડિમાન્ડ માગી હતી અને કર્ટેઇનના બદલે વૈકલ્પિક ધોરણે ફોલ્ડિંગ કર્ટેઇન ને તેનું કાપડ આપવામાં આવ્યું હતું બાદમાં શનિવાર સાંજથી જ લેબર રૂમમાં કાયમી માટેના એક એક ખાટલા વચ્ચે કર્ટેઇન ફિટ કરવાની કામગીરી પણ કારીગરને બોલાવી શરૂ કરી દેવામાં આવી છે.
પીડીયુ સિવિલ હોસ્પિટલનું તંત્ર જ્યાં સુધી છાપે ચડે નહીં ત્યાં સુધી કામ કરે નહિ એ જાણે હોસ્પિટલ તંત્રની આદત બની ગઈ હોઈ તેમ આ પરથી લાગી રહ્યું છે. ઝનાના હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થયું તેને પણ બે મહિના જેટલો સમય વીતી ગયો છે એમ છતાં પીઆઈયુ, કોન્ટ્રાકટર અને હોસ્પિટલ તંત્રના મીસ મેનેજમેન્ટને લઇને ઝનાનામાં ટેક્નીકલ, ઇકવીપમેન્ટ, સ્ટાફ સહિતની બાબતોના પ્રશ્નો ખુટવાનું નામ લેતા નથી એમ છતાં હોસ્પિટલના જવાબદારો આટલી ગરમીમાં પણ ટાઢા થઈને બેઠા રહે છે, બે-બે મહિના વીતવા છતાં આઇસીયુ, લેબરરૂમ અને બાળકોના પીઆઈસીયુ,એમએનસીયુ વોર્ડમાં બાળકોને ઇન્ફેક્સન લાગવાની તેમજ પ્રસૂતા-સગભર્ઓિની પ્રાઇવેસી, સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે એમ હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા ખાટલા વચ્ચે કર્ટેઇન ફિટ કરવામાં આવ્યા ન હતા. જેનું એક કારણ એવું પણ ચચર્ઈિ રહ્યું હતું કે, લિનનની જેમ કર્ટેઇનની ખરીદીમાં કમિશનની કટકી અને માનીતાઓની ગોઠવણ ન થતા આ ખરીદી અટકેલી પડી હતી. ચચર્તિી વિગત સાથે શુક્રવારે આજકાલ દદ્વારા અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટની અધ્યક્ષતામાં તાત્કાલિક મિટિંગ ગોઠવી હતી સિવિલના વહીવટ કરતા વહીવટી સ્ટાફે ડિમાન્ડ લેટર ફરીથી માંગ્યો હતો અને તાત્કાલિક ધોરણે ફોલ્ડિંગ કર્ટેઇન માટેની કેટલાક વોર્ડમાં વ્યવસ્થા કરી આપી હતી તો કેટલાક વિભાગમાં ફોલ્ડિંગ કર્ટેઇનનું કાપડ આપી કામ ચલાવવા માટે વોર્ડ ઇન્ચાર્જને જણાવ્યું હતું.
જો કે શનિવાર સાંજ સુધીમાં કારીગર પણ આવી જતા લેબર રૂમમાં પરમીનેટ કર્ટેઇન લગાવવા માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ કામગીરી ગણતરીના દિવસોમાં પુરી કરવામાં આવે માટે હોસ્પિટલ તંત્રના જવાબદારો અને સ્ટાફ પણ એટલી જ જવાબદારી દાખવે તે જરૂરી છે.
કેવી રીતે મેનેજ કરો છો, વોર્ડ ઇન્ચાર્જને સુપ્રિન્ટેન્ડેન્ટનો અજાણ બની સવાલ?
આજકાલના અહેવાલ બાદ હોસ્પિટલ તંત્ર પ્રસૂતા-સગભર્ઓિના શરમથી ઝૂકેલા, માથા ઢાંકવા માટે સુપ્રિટેન્ડેન્ટ ડો.ત્રિવેદીની અધ્યક્ષતામાં મિટિંગ યોજી હતી. જેમાં સુપ્રિટેન્ડેન્ટ જાણે પરિસ્થિતિથી અજાણ હોઈ તેમ બંને વોર્ડના ઇન્ચાર્જને સવાલ પૂછ્યો હતો કે, કેવી રીતે મેનેજ કરો છો, મિટિંગમાં હાજર સ્ટાફ દ્વારા ઝનાના હોસ્પિટલ શરૂ થવા પહેલાના આપી દેવાયેલા ડિમાન્ડ લેટર ફરીથી માગ્યા હતા. આ જોતા સુપ્રીટેન્ડેન્ટને પણ કર્ટેઇન ન હોવાની વાતની ખબર નહીં હોઈ કે પછી જાણી જોઈને અજાણ બન્યા હતા, બીજી બાજુ ઝનાના શરૂ થયા પહેલા વોર્ડ સ્ટાફે ડિમાન્ડ લેટર આપ્યા હોવા છતાં કર્ટેઇન ન મગાવવા તો ઠીક લેટર પણ ગોટે ચડાવી દીધાનું ફલિત થઇ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech