છત્તીસગઢના નકસલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં સાત નકસલીઓને ઠાર માર્યા હતા. જો કે આ અથડામણમાં ત્રણ સૈનિક ઘાયલ થયા છે . જેમની હાલત સુધારા પર છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નારાયણપુર, દંતેવાડા અને કોંડાગાંવ જિલ્લાની સરહદ પર સુરક્ષા દળો દ્રારા એન્કાઉન્ટરમાં સાત નકસલવાદીઓ માર્યા ગયા હતા. નકસલ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળોને નારાયણપુર, દંતેવાડા અને કોંડાગાંવ જિલ્લાની સરહદ પર સ્થિત મુંગેડી અને ગોબેલ વિસ્તારોમાં મોકલવામાં આવ્યા હતા, યારે સુરક્ષા દળો ગોબેલ વિસ્તારમાં હતા ત્યારે નકસલવાદીઓએ ગોળીબાર શ કરી દીધો હતો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.દિવસભર બંને તરફથી ગોળીબાર થતો રહ્યો. સુરક્ષા દળોએ આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં સાત નકસલવાદીઓના મૃતદેહ મેળવી લીધા છે. તેમજ મોટી સંખ્યામાં નકસલવાદીઓ ઘાયલ થવાની આશંકા છે. તેમણે જણાવ્યું કે નારાયણપુર ડીઆરજીના ત્રણ જવાનો પણ એન્કાઉન્ટરમાં ઘાયલ થયા છે.
આ વર્ષમાં ૧૨૫ નકસલી હણાયા
અધિકારીઓએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર સાથે આ વર્ષે અત્યાર સુધીમાં રાયમાં સુરક્ષા દળો સાથે અલગ–અલગ એન્કાઉન્ટરમાં ૧૨૫ નકસલવાદીઓ માર્યા ગયા છે.૨૩ મેના રોજ નારાયણપુર–બીજાપુર આંતર–જિલ્લા સરહદ પરના જંગલમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં સાત નકસલવાદીઓ માર્યા ગયા હતા, યારે ૧૦ મેના રોજ બીજાપુર જિલ્લામાં ૧૨ નકસલવાદીઓ માર્યા ગયા હતા.પોલીસે જણાવ્યું હતું કે ૩૦ એપ્રિલે નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પરના જંગલમાં એક એન્કાઉન્ટરમાં ત્રણ મહિલાઓ સહિત દસ નકસલવાદીઓ માર્યા ગયા હતા અને ૧૬ એપ્રિલે કાંકેર જિલ્લામાં એન્કાઉન્ટરમાં ૨૯ નકસલવાદીઓ માર્યા ગયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech