સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઘટાડા સાથે ખુલ્યો પણ રીકવરી મોડ ON

  • April 03, 2025 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય બજારો ખુલતાની સાથે જ ટ્રમ્પ ટેરીફની અસર દેખાઈ અને બજારમાં વેચવાલીનો દબદબો રહ્યો. બીએસઈ સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૭૫,૮૧૧.૧૨ પર ખુલ્યો, જે ૧.૦૫ ટકાનો ઘટાડો દર્શાવે છે. એનએસઈ નિફ્ટી 50 182.05 પોઈન્ટ ઘટીને 23,150.30 પર પહોંચી ગયો, જે 0.78 ટકાનો ઘટાડો દર્શાવે છે. બજાર નિષ્ણાતોના મતે, ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જાહેરાત પછી રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી, જેના કારણે વેચવાલીનો દોર શરૂ થયો.જો થોડા સમયમાં બજાર રીકવર થતું પણ જોવા મળ્યું હતું


અમેરિકાના ટેરિફ બાદ ભારતીય શેરબજાર સુસ્ત જોવા મળ્યું પરંતુ બજાર ધીમે ધીમે રિકવરીના મૂડમાં હોય તેવું લાગે છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને એનએસએ નિફ્ટી લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે, બીએસએ સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટીને 76311 પર ટ્રેડ કરી રહ્યો છે. જયારે એનએસઈ નિફ્ટી 77 પોઈન્ટ ઘટીને 23255 પર ટ્રેડ કરી રહ્યો છે.આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જના બીએસઈ પર ગ્લેડ, જ્યુબલ ફાર્મા, ગોકેક્સ, સ્ટાર અને સેન્કો ટોપ ગેઇનર્સની યાદીમાં જોવા મળ્યા છે. આ સાથે, અવંતિફીડ, ગ્રુહાઇટેક, પર્સિસ્ટન્ટ, ડાબર, સિગ્નિટેટેક ટોચના લુઝર બન્યા છે.


એવું કહી શકાય કે ફાર્મા શેરો આજે સારા મૂડમાં દેખાઈ રહ્યા છે. એનએસઈ નિફ્ટીમાં ફાર્મા સેક્ટર પણ 3.14 ટકાના વધારા સાથે ટોચનું ગેઇનર બન્યું છે. વધુમાં, ઓટો. મેટલ અને આઇટી ક્ષેત્રોમાં વેચવાલી જોવા મળી રહી છે. આ બધા ક્ષેત્રો 1 ટકાથી નીચે ટ્રેડ કરી રહ્યા છે.ગઈકાલે મુખ્ય બજાર સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી સારા વધારા સાથે વેપાર કરવાનું ચાલુ રાખ્યું. બીએસઈ સેન્સેક્સ ૫૯૨ પોઈન્ટના વધારા સાથે ૭૬,૬૧૭ પર બંધ થયો. બીજી તરફ, એનએસઈ નિફ્ટી ૧૬૬ પોઈન્ટના વધારા સાથે ૨૩,૩૩૨ પર બંધ થયો હતો.


અમેરિકાના ટેરિફ બાદ એશિયન બજારોમાં વેચવાલી જોવા મળી રહી છે. એશિયન બજારોના બધા સૂચકાંકો લાલ રંગમાં કારોબાર કરી રહ્યા છે. તે જ સમયે, અમેરિકન બજારના તમામ સૂચકાંકો વધારા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા. શરૂઆતમાં ભારતીય શેરબજારમાં અમેરિકન ટેરિફની અસર જોઈ શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application