નાનાસુરકામાં જુગાર રમી રહેલા ચાર ઝડપાયા

  • June 07, 2025 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોરના નાના સુરકા ગામે ચોકમાં લાઈટના અંજવાળે જુગાર રમી રબેલા ચાર શખ્સોને  રોકડ રૂ.૧૩,૬૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર જિલ્લા ના સોનગઢ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, નાનાસુરકા ગામે પ્લોટ વિસ્તાર ખાતે આવેલ ચોકમા જાહેર જગ્યામા લાઇટના અંજવાળે અમુક શખ્સો   તીન પતીનો પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે છે. જે બાતમી અંગે રેઇડ કરી ગંજીપત્તાના પાના-પૈસા વડે હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતાં  સંજય ભુપતભાઇ ભટ્ટી (ઉ.વ.૩૩ રહે.નાનાસુરકા તા.સિહોર જી.ભાવનગર),  વિશાલ હરજીવનભાઇ રાઠોડ (ઉ.વ.૨૬ રહે.નાનાસુરકા તા.સિહોર જી.ભાવનગર), હરજી મગનભાઇ રાઠોડ (ઉ.વ.૪૧ રહે.નાનાસુરકા તા.સિહોર જી.ભાવનગર) અને  અશોક નાનજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૫ રહે.નાનાસુરકા તા.સિહોર જી.ભાવનગર)ને ગંજીપત્તાના પાના  તેમજ રોકડ   કુલ *કિં.રૂ.૧૩,૬૫૦ના  મુદ્દામાલ સાથે ઝડપી લઈ સોનગઢ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો.  આં કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ દિલુભા, ફાલ્ગુનસિંહ ગોહિલ તેમજ  શૈલેષભાઇ મકવાણા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application