તામિલનાડુમાં 20 લાખની લાંચ લેતા ઈડીના વરિષ્ઠ અધિકારીની ધરપકડ

  • December 02, 2023 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તમિલનાડુના વિજિલન્સ અને એન્ટી કરપ્શન ડિરેક્ટોરેટના અધિકારીઓએ ઈડી ઓફિસર અંકિત તિવારીની 20 લાખની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરી છે. આરોપીને 15 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.તામિલનાડુમાં એક સરકારી અધિકારી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે.તમિલનાડુ પોલીસે ડિંડીગુલ-મદુરાઈ હાઈવે પર તિવારીની કારનો આઠ કિલોમીટર સુધી પીછો કરીને તેની ધરપકડ કરી હતી. આરોપીને 15 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે, સૂત્રોનું કહેવું છે કે આ કેસની તપાસમાં ખુલાસો થયો છે કે આ કેસમાં મદુરાઈ અને ચેન્નઈના ઘણા ઈડી અધિકારીઓ સામેલ છે. તિવારીએ ઘણા લોકોને બ્લેકમેલ કયર્િ અને તેમની પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. એટલું જ નહીં, તેણે આ લાંચની રકમ ઈડીના અન્ય અધિકારીઓને પણ પહોચાડી હતી. અંકિત તિવારીએ તેની સામે નોંધાયેલા કેસ ની વિગત એવી છે કે 29 ઓક્ટોબરે ડિંડીગુલના એક સરકારી કર્મચારીનો તેને સંપર્ક કર્યો હતો જોકે, આ કેસ બંધ થઈ ગયો હતી તેમ છતાં અંકિતે કર્મચારીને કહ્યું કે પીએમઓએ ઈડીને આ મામલાની તપાસ ફરી શરૂ કરવા કહ્યું છે. તેણે કર્મચારીને તપાસ માટે 30 ઓક્ટોબરે મદુરાઈમાં ઈડી ઓફિસમાં હાજર થવા કહ્યું. જે દિવસે કર્મચારી ઈડી ઓફિસ પહોંચ્યો તે દિવસે, ઈડી અધિકારીએ આ કેસમાં તપાસને રોકવા માટે કર્મચારી પાસેથી કથિત રીતે 3 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. બાદમાં તિવારીએ કર્મચારીને કહ્યું કે મેં સીનીયર અધિકારી ઓ સાથે વાત કરી લીધી છે અને મામલો 51 લાખ સુધી માં પતી જશે.

કર્મચારી એ 20 લાખ નો એક હપ્તો આપી પણ દીધો ત્યારે એમ કહેવાયું કે આ રકમ તો અન્ય અધિકારીઓ ને આપી દેવાની છે, હજુ વધુ રકમ આપવામાં નહી આવે તો તેની સામે કડક કાર્યવાહી કરશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. બાદ માં કર્મચારીને શંકા જતા તેને ફરિયાદ કરી અને બાદ માં જાણવા મળ્યું કે તિવારી પોતાની સતા નો દુરુપયોગ કરી રહ્યો છે, આથી પોલીસે છટકું ગોથ્હ્વ્યું અને 20 લાખનો બીજો હપ્તો લેતા તેને રંગે હાથ ઝડપી લીધો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application