માવઠું પૂરું થતાની સાથે જ ગરમીના પ્રમાણમાં વધારો થયો છે અને હજુ આગામી ત્રણ ચાર દિવસમાં જ મહત્તમ તાપમાન ૩ થી ૪ ડિગ્રી વધશે તેવી ચેતવણી હવામાન ખાતા તરફથી આપવામાં આવી છે રવિવારે ગુજરાતના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 35 થી 36.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 36.5ડિગ્રી નોંધાયું હતું.
બીજી બાજુ પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં માવઠાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને ગુજરાતમાં પણ તારીખ 27 આસપાસ માવઠું થવાની શક્યતા છે. જોકે હવામાન વિભાગ તરફથી હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
દરમિયાનમાં આજથી નોર્થ ઈસ્ટ ના રાજ્યો આસામને કાલે નાગાલેન્ડ મણીપુર મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશમાં વરસાદ શરૂ થઈ ગયો છે ઇષ્ટના રાજ્યો સિક્કિમ પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ અને સબ હિમાલયના ક્ષેત્રમાં પણ વરસાદ ચાલુ થયો છે મધ્ય ભારતમાં છત્તીસગઢ અને વિદર્ભમાં આગામી તારીખ 26 અને 27 ના વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી છે પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર અને મરાઠા વાળમાં આગામી તારીખ 25 સુધીમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે સાથોસાથ પ્રતિ કલાકના 40 થી 50 કિલો મીટર ની ઝડપે પવન ફૂંકાવાનું પણ આપવામાં આવ્યું છે દક્ષિણના રાજ્યો આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટકમાં પણ વરસાદ શરૂ થયો છે.
એક બાજુ વરસાદ ચાલુ છે તો બીજી બાજુ ગુજરાત જેવા રાજ્યોમાં ગરમીનું જોડ વધી ગયું છે રવિવારે રાજકોટમાં 36.5 વેરાવળમાં 33.8 સુરતમાં 35.5 અમદાવાદમાં 36 વડોદરામાં 35.8 ભુજમાં 35.6 દિશામાં 35.3 નલિયામાં 32 33.2 અને પોરબંદરમાં 33.3° મહત્તમ તાપમાન નોંધાયું હતું ઓપન ગોવા અને કેરલામાં આજથી ત્રણ દિવસ માટે એટલે કે તારીખ 24 સુધી ગરમ અને ભેજવાળા વાતાવરણનું એલર્ટ દરિયાકાંઠાના વિસ્તારો માટે આપવામાં આવ્યું છે.