રાજકોટ પડધરીના ખાખડાબેલામાં રહેતા યુવાન યુવરાજસિંહ અનિદ્ધસિંહ જાડેજા (ઉ.વ.૪૦) ની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવવામાં આવી હતી. જે ગુનામાં મુખ્ય બે આરોપી મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાને ઝડપી લીધા બાદ કોર્ટ સમક્ષ રજૂ કરતા અદાલતે બંને આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપીઓ દુષ્કર્મ–પોકસોનો ગુનો નોંધાયા બાદ વોન્ટેડ હતા. બાદમાં હત્યા કરી ફરાર થઈ ગયા હોય આ દરમિયાન તેમને કોણે આશરો આપ્યો અને કોણે મદદગારી કરી તે અંગે પોલીસે તપાસ શ કરી છે. આરોપીઓને આશરો આપનાર વિદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. વર્ષ ૨૦૨૪ માં નોંધાયેલા દુષ્કર્મ અને પોકસોના ગુનામાં સમાધાન ન કરતા બુધવારે રાત્રીના ખાખડાબેલા ગામ નજીક ક્ષત્રિય યુવાન યુવરાજસિંહ જાડેજાને તેની કાર પાસે આંતરી ખાખડાબેલા ગામે જ રહેતા મહેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા સહિતનાએ છરીના આડેધડ ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખી હતી. પડકારપ આ કેસમાં એસ.પી વિજયસિંહ ગુર્જરની સુચના અને એએસપી સિમરન ભારદ્રાજના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ ચલાવી રાજસ્થાન બોર્ડરથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. બંને આરોપીઓને પડધરી પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. અદાલતે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓને કોણે મદદગારી કરી હતી? કોણે આશરો આપ્યો હતો? હત્યા કેસમાં બીજા કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ? સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવશે. બંને આરોપીઓ દુષ્કર્મ અને પોકસોના કેસમાં પણ વોન્ટેડ હતા અને હાલમાં મર્ડરના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યાર પછી દુષ્કર્મ પોકસોના કેસમાં ધરપકડ કરવામાં આવશે. દુષ્કર્મના કેસમાં બંને આરોપીઓ બે વર્ષ કરતા પણ વધુ સમયથી ફરાર હતા. આ દરમિયાન ક્ષત્રિય યુવાનની હત્યા કરી નાખતા રેન્જ આઇ.જી નિર્લિ રાય દ્રારા બેદરકારી ગણી બે પીઆઇ, પીએસઆઇ અને એએસઆઇ સહિત ચાર પોલીસમેનને સસ્પેન્ડ કરી દીધા હતા..