બાકી મિલકત વેરો વસુલવા જ્વેલર્સની દુકાન સહિત સાત પ્રોપર્ટી સીલ; રૂ.50 લાખ વસૂલ્યા

  • February 12, 2024 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર આનંદ પટેલની સુચનાથી ટેક્સ બ્રાન્ચ દ્વારા બાકી મિલકતો વસૂલવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સૌ પ્રથમ સોની બજાર વિસ્તારમાં મેગા ડ્રાઈવ કરવામાં આવી હતી ત્યારબાદ હવે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી જ્વેલરી શોપ્સ તેમજ શોરૂમ નો બાકી મિલકતો વસૂલવા તંત્રએ લાલ આંખ કરી છે જે અંતર્ગત આજે બાકી વેરાવ વસૂલવા માટે એક જ્વેલર્સની દુકાન સીલ કરવામાં આવી હતી અને દુકાન સીલ થતાની સાથે જ તેણે તાબડતોબ પૂરેપૂરી રકમનો બાકી વેરો ચૂકતે કરી દીધો હતો. દરમિયાન આજે સમગ્ર શહેરમાં 7 મિલ્કતોને સીલ કરેલ તથા અન્ય 7 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપી રૂા.50.35 લાખની વેરા વસુલાત કરવામાં આવી હતી.વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં-5માં રણછોડવાડીમાં 1-યુનિટ્ની નોટીસ સામે રીકવરી રૂ.40,000, વોર્ડ નં-7માં ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં 1 યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.2 લાખ, વોર્ડ નં-10માં કાલાવાડ રોડ પર આવેલ 2 યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.97,818, વોર્ડ નં-13માં ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.2.00 લાખ, સમ્રાટ ઇન્ડ એરીયામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.51,170, અમરનગરમાં 1 યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1 લાખ, ગોંડલ રોડ પર આવેલ વૈધવાડીમાં 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.2 લાખ, વોર્ડ નં-18માં ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.82,860, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.97 લાખ, કોઠારીયા રોડ પર સ્વાતી પાર્કમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલ કાર્યવાહી કરતા રીકવરી રૂ.93,579, 80 ફુટ રોડ પર આવેલ ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝના 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.60,000, 80 ફુટ રોડ પર આવેલ સંસ્કાર જવેલર્સના 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.60,000, ગુરૂ કૃપા સોસાયટીમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલ કાર્યવાહી કરતા રીકવરી રૂ.63,000 સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
 આ કામગીરીમાં મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ, સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application