જેતપુર શહેરના બળદેવ ધાર વિસ્તારમાં પત્ની સાથે પતિને તેણીના ચારિય બાબતે બોલાચાલી બાદ પતિએ પાસે પડેલ બળતણનું લાકડું તેણીના માથામાં ફટકારી હત્યા નિપજાવી નાંખી પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો. પતિએ પત્નીની હત્યા નિપજાવી નાંખતા બંનેના પુત્ર–પુત્રી નોંધારા બની ગયા હતાં.
શહેરના બળદેવ ધાર વિસ્તારમાં રહેતા ફિરોઝ હાનભાઈ મડમના નિકાહ મહારાષ્ટ્રના પુના ગામની શબનમ સાથે દસેક વર્ષ પૂર્વે થયા હતાં. આ નિકાહ થકી તેઓને સંતાનમાં એક પુત્ર અને પુત્રી થયેલ. નિકાહના પાંચેક વર્ષ સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યો પરંતુ ત્યારબાદ બંને વચ્ચે નાની નાની બાબતે ખટરાગ શ થયો હતો. જેમાં શબનમને કોઈ અન્ય શખ્સ સાથે આખં મળી જતા તેની પાંચેક મહિના પૂર્વે સંતાનોને છોડી તેની સાથે નાસી ગઈ હતી. જે અંગે ફિરોઝે ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધ પણ કરાવેલ હતી.
પરંતુ થોડો સમય બાદ શબનમ પરત આવી જતા પોલીસે હવે પતિ તેમજ સંતાનોને છોડી કયાંય જતી નહિ તેવો મીઠો ઠપકો આપીને પતિ ફિરોઝ સાથે મોકલી હતી. અને નાના પુત્ર–પુત્રીમાં વગર કેમ રહેશે તેવું વિચારી ફિરોઝે પિતા હાનભાઇના કહેવાથી શબનમને સ્વીકારી લીધી હતી. પરંતુ ત્યારબાદ બંને વચ્ચે ફરી ઝઘડા શ થયા હતાં જેમાં આગલી રાત્રેે ભોજનમાં ઘરે ભજીયા બનાવવાના હતા જે માટે પિતા હાનભાઈએ બળતણ અને તેલ મોકલાવેલ હતું. અને વહેલી સવારે ફિરોઝે તેના પિતાને ફોન કરી જાણ કરેલ કે મેં શબનમની હત્યા નિપજાવી નાંખી છે. ત્યારે તેના પિતાએ ફિરોઝને કહેલ કે કયાંય ભાગતો નહિ પોલીસમાં હાજર થઈ જા જેથી ફિરોઝ પોલીસમાં હાજર થઈ ગયો હતો. બીજીબાજુ પુત્રએ પુત્રવધુની હત્યા કરી નાખી તેની જાણ પોલીસને કરતા પોલીસ સ્થળ પર પહોચતા ઘરમાં બંનેની પથારી યથાવત હતી જેમાં એક ખૂણામાં શબનમ સુતેલ અવસ્થા પડેલ હતી અને તેણીના મોઢા પર ઓશીકું રાખેલ હતું. જે ઓશીકું હટાવતા માથાના ભાગે લોહીથી ખરડાયેલ શબનમનો મૃતદેહ પડો હતો અને બાજુમાં જેના વડે તેણીની હત્યા નિપજાવી તે બળતણનું લાકડું પણ પડું હતું. પોલીસે સ્થળ પંચનામું કરી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખસેડેલ અને હત્યાની ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાંથી સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનારને ૧૦ વર્ષની સજા
May 14, 2025 11:06 AMજામનગર જિલ્લાના ચાર ટીડીઓની બદલી
May 14, 2025 11:04 AMસુપર કોમ્પ્યુટરે જણાવ્યું: પૃથ્વી પર એક અબજ સુધી જ જીવનની શક્યતા
May 14, 2025 11:02 AMસાઉદી અરેબિયા ટૂંક સમયમાં અબ્રાહમ કરારપર હસ્તાક્ષર કરશે: ટ્રમ્પ
May 14, 2025 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech