આટકોટ પાસેથી SMCએ ટેન્કરમાંથી ૮૦ લાખનો દારૂ પકડયો

  • January 24, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સૌરાષ્ટ્ર્રમાં મુકામ કર્યેા હોય તેમ ગઈકાલે ટંકારાના લજાઇમાંથી ૮૦ પેટી દાનો જથ્થો ઝડપી લીધા બાદ મોડી રાત્રીના આટકોટના પાંચવડા ચોકડી પાસેથી દા ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. પોલીસે ટેન્કરમાંથી ૮૦ લાખનો દાનો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. દાનો આ જથ્થો અને ટેન્કર સહિત . ૧ કરોડનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું માલુમ પડું છે. દરોડા દરમિયાન ટેન્કર ચાલક અને કિલનર બંને અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયા હતા. દાનો આ જથ્થો ટેન્કરમાં બનાવેલા ખાસ ખાનામાં છુપાવી રાખ્યો હતો. દિવ–દમણ તરફથી દાનો આ જથ્થો સૌરાષ્ટ્ર્ર તરફ આવી રહ્યો હોવાનું માલુમ પડું છે. જો કે ચાલક અને કિલનર બંને ફરાર થઈ ગયા હોય દા કયાં સપ્લાય કરવાનો હતો તે અંગે હજુ સચોટ વિગત જાણી શકાય નથી.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળેલી સચોટ બાતમીના આધારે જસદણ પંથકના આટકોટ પાંચવાડા ચોકડી પાસે રાત્રિના વોચ ગોઠવી હતી. મોડી રાત્રિના અહીં પાંચવાડા ચોકડી નજીકથી એક શંકાસ્પદ ટેન્કર પસાર થતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યેા હતો. દરમિયાન ટેન્કર ચાલક અને કિલનર બંને અંધારાનો લાભ લઈને આવી ગયા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટેન્કરમાં તપાસ કરતા તેમાં બનાવેલા ખાસ ખાનામાંથી દાનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેન્કરમાંથી અંદાજિત પિયા ૮૦ લાખની કિંમતનો ૮૦૦ પેટી ૧૦ હજારથી વધુ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. દાનો આ જથ્થો અને ટેન્કર સહિત કુલ પિયા ૧ કરોડનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં દાનો આ જથ્થો દીવ દમણ તરફથી ટેન્કરમાં ભરી સૌરાષ્ટ્ર્ર તરફ આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે દરોડા સમયે ટેન્કર ચાલક અને કિલનર બંને અંધારાનો લાભ લઈને નાશી ગયા હોય દા અહીં સૌરાષ્ટ્ર્રમાં કોને સપ્લાય કરવાનો હતો? તે અંગેની સચોટ વિગત સામે આવી શકી નથી.
સૌરાષ્ટ્ર્રમાં ગઈકાલે જ ટંકારા તાલુકાના લજાઇ પાસેથી એસ.એમ.સી.ની ટીમે ૮૦ પેટી દાનો જથ્થો ઝડપી લીધા બાદ સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર્રમાં દાનો મોટો જથ્થો ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે તો સ્થાનિક પોલીસ વધુ એલર્ટ બની છે. એસએમસી વડા નિર્લિ રાયની સૂચના હેઠળ ડિવાયએસપી કે.ટી. કામરીયા તથા તેની ટીમે કામગીરી કરી હતી.

ટંકારાના લજાઈમાં ગોડાઉનમાંથી ૧૦૦ પેટી દારૂનો જથ્થો ઝડપી લેતી એસએમસી
મોરબી જીલ્લ ામા પોલીસ કામગીરી એસએમસીની રડારમા હોય એમ છેલ્લ ા ત્રણેક મહીનાથી જુદા જુદા પંથકમા દરોડા પાડી રહી છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ફરી વધુ એક વખત ટંકારાના લજાઈ ગામ નજીક આવેલ જીઆઈડીસી મા એક ગોડાઉન મા છાપો મારી ૧૮૦ પેટી વિદેશી દાનો જથ્થો પકડી પાડયો હતો. જોકે, જાણવા મળ્યા પ્રમાણે પોલીસ ત્રાટકી એ વેળા એ દાનો ધંધો કરનાર બુટલેગર પોલીસના હાથ લાગ્યો ન હતો. એસએમસીના દરોડા થી ટંકારા પોલીસની રહી સહી આબ નુ ધોવાણ થઈ ગયુ હતુ. એસએમસીના મોરબી જીલ્લ ામા ઉપરાઉપરી દરોડા પર થી સાબિત થઈ રહ્યુ છે કે, જીલ્લ ા ની પોલીસ નુ રીપોર્ટ કાર્ડ ઉપર લેવલે નબળુ પુરવાર થયુ હોવુ જોઈએ. છેલ્લ ા ઘણા સમયથી સ્ટેટ મોનિટરીંગ સેલ ની કામગીરી નુ ચિત્ર જોતા મોરબી જીલ્લ ા પોલીસની માયકાંગલી નિતી રીતી ફુલ એકશન મા કામગીરી કરતી જોવા મળે છે. ત્રણેક મહિના પૂર્વે એસએમસી એ ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક જીઆઈડીસીમાથી નકલી ઓઈલનુ રેકેટ પકડી જે તે વખતની સ્થાનિક પોલીસના લુગડા ઉતારી લીધા હતા. ત્યારબાદ ૪ થી જાન્યુઆરી એ સ્ટેટ મોનિટરીંગ સેલે ટંકારામા પોલીસ થાણાથી માત્ર ૨૦૦ મીટરના અંતરે એક રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર હથિયાર પિસ્તોલ કારતુસ અને એરગન સહિત કલ્લ ુ મકવાણાને તેના ઘરે જ ગેરકાયદેસર હથિયાર સબબ દબોચી લીધો હતો. એના પડઘા હજુ શાંત થયા નથી. ત્યા ગુવારે રાત્રે ફરી વધુ એક વખત રાય નીપોલીસ ફોર્સ ગણાતા સ્ટેટ મોનિટરીંગ સેલે ટંકારા તાલુકાના લજાઈ ગામે હડમતીયા રોડ ઉપર આવેલ ઔધોગિક ઝોન મા આવેલા ગોડાઉન ઉપર છાપો મારી ગોડાઉન મા સંઘરેલો વિદેશી દાનો મસમોટો જથ્થો ૧૮૦ પેટી દા ઝડપી લીધો હતો . જોકે, દરોડા સમયે દાનો ધંધો કરનાર બુટલેગર પોલીસ ના હાથ લાગ્યો ન હતો. બનાવ અંગે સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયાનો સંપર્ક કરતા તેઓએ દરોડા અંગે પુષ્ટ્રિ આપી હતી. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યા પ્રમાણે જીઆઈડીસી મા રાજસ્થાનના શખ્સે  ગોડાઉન ભાડે રાખ્યુ હોવાનુ જાણવા મળ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application