શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે કાંગશીયાળી ગામ પાસે આવેલા કલ્પન નજીક હીલટોન અરીસ્ટો બિલ્ડિંગની સાઇટ નજીકથી વોકળા કાંઠેથી પટેલ શખસને ૧૧૨ બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.પોલીસે આ શખસની અંગજડતી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો.જેથી પોલીસે આ શખસ પાસેથી દારૂ નો જથ્થો અને હથિયાર સહિત .૭૮,૧૧૨ નો મુદામાલ કબજે કરી તેની સામે બે અલગ અલગ ગુના નોંધ્યા હતાં.
જાણવા મળતી વિગતો મુજબ,ડીવાયએસી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી.દરમિયાન હેડ કોન્સ. તુષારસિંહ જાડેજા અને ઉપેન્દ્રસિંહ ગોહિલને મળેલી બાતમની આધારે કાંગશીયાળી ગામની સીમમાં ન્યુ ૧૫૦ ફટ રીંગરોડ ન્યારા પેટ્રોલ પપં પાસે નવી બનતી હિલટોન એરીસ્ટોની સાઇટ નજીક વોકળા કાંઠેથી દારૂ ના જથ્થા સાથે ચીરાગ વલ્લભભાઇ ઘોડાસરા(ઉ.વ ૨૯ રહે. કાંગશીયાળી ગામની સીમ, કલ્પવન એટલાન્ટીસ હાઇટસ ડી–૩૦૨) ને ઝડપી લીધો હતો.પોલીસે અહીંથી ૭૩,૧૧૨ ની કિંમતનો અલગ અલગ બ્રાન્ડનો ૧૧૨ બોટલ દારુનો જથ્થો કબજે કર્યેા હતો.
પોલીસે આ શખસની અંગજડતી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો પણ મળી આવ્યો હતો.જેથી પોલીસે .૫ હજારની કિંમતનો આ તમંચો કબજે કરી આરોપી સામે પોહિબિશન એકટ અને આમ્ર્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસની પુછતાછમાં ચીરાગ આગાઉ વેપાર કરતો હોવાનું અને હાલ તે કોઇ કામધંધો ન કરતો હોવાનું માલુમ પડયું છે.તે દાનો આ જથ્થો વાપીથી મહારાષ્ટ્ર્રીયન શખસ પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપી હતી.જયારે હથિયાર અંગે પુછપરછ કરતા તેણે હથિયાર શોખ ખાતર રાખ્યું હોવાનું રટણ કયુ હતું.તેણે આ હથિયાર દોઢ માસ પૂર્વે કોઠારીયા સોલવન્ટમાં એમ.પી.ના શખસ પાસેથી લીધું હોવાની કબુલાત આપી હતી.પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech