ડીવાયએસપી સહિતના અધિકારીઓ જોડાયા : એલસીબી, એસઓજી, બેડીમરીન, સિકકા, જોડીયા પોલીસ દ્વારા બોટ મારફત પેટ્રોલીંગ : કાંઠાળ વિસ્તારો ચેક કરાયા
જામનગર જીલ્લાની દરીયાઇ પટ્ટી પર બે દિવસીય સાગર સુરક્ષા કવચ હેઠળ જુદી જુદી પોલીસ ટુકડીઓ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બોટ મારફત પેટ્રોલીંગ અને અલગ અલગ કાંઠાળ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી હતી.
જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના દરીયાકાંઠેથી સમયાંતરે માદક પદાર્થોની હેરાફેરી થાય છે અને સુરક્ષા એજન્સીઓની સતકતર્નિા કારણે ડ્રગ્સ પકડવામાં સફળતા મળે છે, દરમ્યાન મુંબઇના ધડાકા બાદ ખાસ કરીને દરીયાઇ કાંઠાના જીલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સધન બનાવવામાં આવી છે અને વર્ષ દરમ્યાન બે વખત સાગર સુરક્ષા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી ઝાલા, ડીવાયએસપી દેવધાના નેતૃત્વમાં કોસ્ટલ પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે, એસઓજી, એલસીબી, બેડી મરીના, સિકકા, જોડીયા, પંચકોશી વિસ્તારના દરીયાઇ કાંઠા ખાતે જુદી જુદી ટુકડીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.
બે દિવસીય સાગર સુરક્ષા અભિયાન હેઠળ જામનગર જીલ્લાની દરીયાઇ પટ્ટી પર જુદા જુદા પોઇન્ટસ ચેક કરવામાં આવી રહયા છે તેમજ કાંઠાળ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરાયુ હતું ઉપરાંત બોટ મારફતે પણ ચકાસણી કરાઇ હતી અને જેનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું તેમજ માછીમારોને પણ સતર્ક રહેવા અને કોઇ શંકાસ્પદ પ્રવૃતી જણાય આવે તો તાકીદે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.
સાગર સુરક્ષા અભિયાન હેઠળ દરીયાઇ પટ્ટી વિસ્તારમાં ચેકીંગ ઉપરાંત અવેરનેશ બાબતે કામગીરી કરવામાં આવે છે બે દિવસ ચાલતા અભિયાનમાં સુરક્ષા અને કામગીરીની ચકાસણી માટે અગમચેતીના ભાગપે કરાતી મોકડ્રીલ બાબતે પણ ઇન્પુટ આપવામાં આવે છે જેમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કવાયત આદરવામાં આવતી હોય છે.
સુરક્ષાની દ્રષ્ટીએ ગુજરાત અને હાલારનો દરીયાઇ કાંઠો અતી સંવેદનશીલ માનવામાં આવે છે આથી સમયાંતરે કોસ્ટલ પોલીસ મથકો દ્વારા સાગર સુરક્ષા વધુ સધન બનાવવા માટે અભિયાન અંતર્ગત જુદી જુદી ટુકડીઓ દ્વારા અલગ અલગ પોઇન્ટ દરીયાઇ વિસ્તારો અને નિર્જન ટાપુ સહિતના એરીયાને આવરી લેવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech