કડી તાલુકાના નંદાસણ રોડ પર રિક્ષા અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં રિક્ષામાં સવાર ચાર લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ઘટનાને લઈને હાઈવે પર ટ્રાફિક થઈ ગયો હતો અને પોલીસ દોડી આવી હતા. તેમજ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા બચાવકાર્ય હાથ ધર્યું હતું. આ અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ, મૂળ પાટણના અને હાલ નંદાસણ ખાતે રહેતા રહેવાસીઓના મોત થયા છે. અકસ્માતમાં રિક્ષા અને આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
ઘટનાની જાણ થતાં જ કડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કુંડળ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. મૃતકોના સ્વજનો પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ગઈકાલે ધોલેરા હાઇવે પર 5 લોકોના મોત થયા હતા
ગાઇકાલે ભાવનગર-અમદાવાદ હાઇવે પર ધોલેરામાં સાંઢીડા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. મૃતકોમાં 3 પુરુષો અને એક બાળક એક જ પરિવારના હતા, જયારે એક મહિલાનું પણ મોત થયું હતું. મૃતકોમાં ત્રણ સગાભાઈ, એક ભાઈનો દીકરો અને એક મહિલાનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા ત્રણેય સગાભાઈ અમદાવાદના સાયન્સ સિટી ખાતે રહેતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech