સૌરાષ્ટ્રના કોચ વિદેશમાં ક્રિકેટના નગીના ઘડી રહ્યા છે

  • December 26, 2024 12:41 PM 

દુબઈમાં સગવડો અને ક્રિકેટની તકો વધુ : ટુનર્મિેન્ટમાં ઈન્ટરનેશનલ ક્રિકેટર સાથે રમવાનો મળતો મોકો : દુબઈમાં ક્રિકેટ એકેડમી કરી


કહેવત છે કે ઉડવા માટે પગ નીચેથી જમીન છોડવી પડે છે..આ સિદ્ધાંતને વ્યવહારીક રીતે સાચો સાબિત કર્યો છે ગોપાલભાઈ જસાપરાએ. મૂળ રાજકોટ સૌરાષ્ટ્રનાં ગોપાલભાઈ ગણા વરસ પહેલાં સૌરાષ્ટ્રમાં જ ક્રિકેટ રમતા. જામનગરનો ક્રિકેટ બંગલો તેમના માટે ઘર સમાન હતો.  અહીં તે કલાકો સુધી પ્રેક્ટિસ કરતા હતા. પછી તે ખાસ હેતુ સાથે યુએઇ પહોંચ્યા અને તેથી જ ક્રિકેટની દુનિયા માટે શ્રેષ્ઠ ખેલાડી શોધવાનું કામ તેમણે શરૂ કર્યું. તેમના દ્વારા તૈયાર કરાયેલા ખેલાડીઓએ ઘણા દેશોની ટીમોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ગોપાલભાઈ ગ્રાઅમ હિક, સ્કોટ સ્ટાયરીસ, સકલેન મુસ્તાક, એડમ હેલીઓક જેવા ઇન્ટરનેશનલ ક્રિકેટરો સાથે રમ્યા છે.


ગોપાલભાઈ જસાપરા નો જન્મ અને ઉછેર રાજકોટમાં થયો હતો. અને તેઓ ડિસ્ટ્રિક્ટ અને રૂરલ ક્રિકેટ રાજકોટ તરફથી રમેલા. તેઓ અન્ડર 17 તથા 19 સૌરાષ્ટ્ર તરફથી ક્રિકેટ રમી ચુક્યા છે. પછી આટલી કારકિર્દી મળ્યાં પછી તેઓ હવે  શિફ્ટ થઈ ગયા છે અને ત્યાં ઇન્ટરનેશનલ ક્રિકેટ એકેડમીના માધ્યમથી ક્રિકેટના નવા ખેલાડીઓ તૈયાર કરવા માટે કામ કરી રહ્યા છે.


જ્યારે તેઓ સૌરાષ્ટ્ર તરફથી ક્રિકેટ રમતાં ત્યારે તેઓના કહ્યા મુજબ અહીં વધુ તકો ન હતી. અત્યારે જે ઘણી સગવડો મળી રહી છે તે પહેલાં ન હતી. ઉંમરમાં મોટા થતા ઘરની પરિસ્થિતિ તથા આર્થિક વહીવટ સાંભળવો પડતો. જેથી નોકરી ને મહત્વ આપવું પડતું અને એમાં પણ ક્રિકેટ સાથે નોકરી મળે એવું અઘરું હતું. તેઓ જ્યારે ક્લબ ક્રિકેટ રમવા દુબઈ ગયાં ત્યારે તેમનો વિચાર ત્યાં બે ટુનર્મિેન્ટ રમીને પરત ફરવાનો જ હતો. પરંતુ 1991માં તેમને દુબઈમાં કોર્પોરેટ નોકરી મળી ગઈ અને સાથે ક્લબ ક્રિકેટ પણ રમવા મળ્યું જે તક તેમણે સારી લાગી અને ઝડપી લીધી.


તેઓ દુબઈમાં ક્લબ જોઈન કયર્િ પછી બીજો કે ત્રીજો મેચ ક શારજહાં સ્ટેડિયમમાં સારી સગવડો સાથે હતો. ત્યાં તેઓને પાકિસ્તાની ઇન્ટરનેશનલ ક્રિકેટર સઈદ અનવર, ગુલામ અલી, તથા બીજા ઘણાં ક્રિકેટરો સાથે રમવાનો મોકો મળ્યો. એ સમયે અવારનવાર ભારત પાકિસ્તાનના મેચ શારજહાં ક્રિકેટ સ્ટેડિયમમાં થતાં જેથી ગોપાલભાઈને તેમની સાથે મળવાનો, તેમના અનુભવો જાણવાનો મોકો મળ્યો.


ગોપાલભાઈ નું કહેવું છે કે દુબઈમાં ઈન્ટરનેશનલ ક્રિકેટરો ને મળવાના અનુભવો અને તેમની સાથે રમવાની તકો તથા બીજી સગવડો સૌરાષ્ટ્રમાં એ સમયે ન હતી. જેથી તેમને દુબઈ નોકરી સાથે ક્રિકેટ ફાવી ગયું. દુબઈમાં ક્રિકેટને ખૂબ પ્રોમોટ કરવામાં આવતું અને કોર્પોરેટ કંપની નોકરીમાં સારી સર્વિસ થતાં ક્રિકેટમાં વધુ સારી સગવડો મળતી. સૌરાષ્ટ્રમાં અન્ડર 17 કે 19 રમવામાં ડિસ્ટ્રિક્ટ લેવલે 4 થી 5 મેચ મળતાં જ્યારે દુબઈમાં તેમને 4 મહિનામાં જ 20 મેચ રમવા મળ્યાં જેથી તેમને દુબઈમાં જ નોકરી સાથે ક્રિકેટ રમવાનું નક્કી કર્યું.


દુબઈમાં રમઝાન મહિનામાં રમાદાન ટુનર્મિેન્ટ થતી જેમાં પાકિસ્તાન, ઇંગ્લેન્ડ તથા અલગ અલગ ક્લબ અને દેશોથી ક્રિકેટરો રમવા આવતા ત્યારે તેમની સાથે રમવાનો મોકો ગોપાલભાઈને મળતો. ગ્રાઅમ હિક, સ્કોટ સ્ટાયરીસ, સકલેન મુસ્તાક, એડમ હેલીઓક વગેરે જેવા ઇન્ટરનેશનલ ક્રિકેટરોની વિકેટો લઈ ચુક્યા છે ગોપાલભાઈ. તેઓ 15 વર્ષ દુબઈમાં ફર્સ્ટક્લાસ ક્રિકેટ રમ્યા અને હજુ પણ 50 માં માસ્ટર ક્રિકેટ પણ રમે છે.


2008માં જ્યારે  શરૂ થયો ત્યારે દિલ્હી ડેરડેવિલ્સ ની ટીમમાં કોચિંગમાં સ્ટાફમાં ગોપાલભાઈ હાજર હતાં. અને પહેલા સીઝનમાં દિલ્હીની ટીમ સેમિફાઇનલ સુધી પહોચી હતી. તેમના કહ્યા અનુસાર આજે  શરૂ થતાં ભારતમાં ક્રિકેટની તકો વધી ગઈ છે, ભારત પાસે ક્રિકેટ ટિમ માટે ઘણાં બધાં પ્લેયર્સ ના બેકઅપ તૈયાર છે. ભારત 2 અલગ અલગ ટીમો સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે.  નો ક્રેઝ ઈન્ટરનેશનલ લેવલે પહોંચી ગયો છે અને  પછી ઘણી લીગ શરૂ થઈ છતાં કોઈ  ને પાછળ છોડી શકે એમ નથી.


ગોપલભાઈ એ 33 વર્ષની ઉંમરે 2001માં ક્રિકેટમાં કંઈક નવું કરવા માટે એકેડમી શરૂ કરી. છેલ્લા 23 વર્ષથી એડકેમી તરફથી અલગ અલગ જગ્યાએ ક્રિકેટ કેમ્પ યોજે છે અને આજની યુવા જનરેશન જે તેમની એકેડમી માં છે તેમને વધુ ને વધુ ક્રિકેટનો લાભ મળે એવા પ્રયત્નો કરે છે. જ્યારે દુબઈમાં કોઈ ટુનર્મિેન્ટ કે ઇવેન્ટ હોય તો ઇન્ટરનેશનલ ક્રિકેટરો સાથે એસોસિએશન પણ ગોપાલભાઈ ને સાથે જોડે છે. આ સિવાય તેઓ  ની આંતરરાષ્ટ્રીય અન્ડર 19 ક્રિકેટ ટીમમાં મેનેજર સાથે કામ કરી ચુક્યા છે. તથા  માં 2 વર્ષ કોચિંગ સ્ટાફ સાથે, તથા વેસ્ટઇન્ડિઝ ની ટીમ સાથે કામ કરેલ છે. એડકેમીમાં તેઓ અલગ અલગ કોચિંગ કેમ્પનું આયોજન કરતા હોય છે જેમાં ઇન્ટરનેશનલ ક્રિકેટરો આવે છે. તેમની હાલ 50મી ટુર જામનગરમાં ચાલી રહી છે જેમાં દુબઈ, ઇંગ્લેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, યુએસએ તથા ભારતમાં પુણે જેવી અલગ અલગ જગ્યાઓમાંથી ઘણા પ્લેયર્સ અન્ડર 14, અન્ડર 16, અન્ડર 19 ના મેચ અહીં જામનગરની ટીમ સાથે રમે છે અને ક્રિકેટનો અનુભવ લે છે. તેમની એકેડમીમાંથી ઘણાં પ્લેયર્સ સ્ટેટ કેપ્ટન પણ બનેલ છે. ભારતમાંથી ઘણા બાળકો ક્રિકેટ શીખવા એમના પાસે વિદેશ જાય છે.


આજે જ્યારે ક્રિકેટનો ક્રેઝ વધી રહ્યો છે અને બાળકોથી લઈને મોટા વૃદ્ધ સુધી ક્રિકેટ છવાય રહ્યું છે એવામાં ગોપાલભાઈનો નવી પેઢી માટે કહેવું છે કે પહેલા ક્રિકેટ રમતા એ દિલથી અને જૂનૂન થી રમતા અને હવે આને એક પ્રોફેશન રીતે જોવામાં આવે છે. હવે તો પેરેન્ટ્સ ને એવું થાય કે છોકરો ક્રિકેટ રમે અને  માં જાય તો પૈસા વધુ મળે અને નામ વધે. હવે ક્રિકેટનો ક્રેઝ વધવાની સાથે લોકો માટે ક્રિકેટ માત્ર રમત નહિ પણ કેરિયર તરીકે મોટું સ્થાન મેળવી રહ્યું છે. અને જરૂરી નથી કે ઇન્ટરનેશનલ કે  ક્રિકેટ રમીએ તો જ કારકિર્દી બને હવે તો ડોમેસ્ટિક રમીએ તો પણ એટલું કેરિયર બની જાય છે.


આજે જ્યારે ક્રિકેટમાં માત્ર પ્લેયર્સ તરીકે જ કેરીયરમાં મહત્વ આપવામાં આવે છે એવામાં ક્રિકેટમાં બીજી ઘણી તકો છે જેવીકે વીડિયો એનાલિસ્ટ, અમ્પાયરિંગ, પત્રકારી, મીડિયા મેનેજર, ટેક્નિકલ એનાલિસ્ટ, ટેક્નિકલ મેનેજર, ફિઝિકલ ટ્રેનર, ડોકટર, તથા બીજી ઘણી તકો. આમ ગોપાલભાઈ પોતાની એકેડમી દ્વારા ઘણાં પ્લેયર્સ ને કોચિંગ તથા કેમ્પના અનુભવ દ્વારા ક્રિકેટ કેરિયરમાં મદદરૂપ બને અને દુબઈમાં તથા આંતરરાષ્ટ્રીય લેવલે ભારત તથા સૌરાષ્ટ્રનું ગૌરવ વધારે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application