નવાબઝાદી સારા અલી ખાનને આજે પણ છે બ્રેકઅપનું દુઃખ

  • March 06, 2023 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સૈફપુત્રી સારા અલીએ 2020ને તેનું સૌથી ખરાબ વર્ષ ગણાવ્યું
  • કાર્તિક આર્યન અને ક્રિકેટર શુભમન ગિલ સાથે ચર્ચાય છે નામ



બોલીવૂડની નવાબઝાદી સારા અલી ખાન હિન્દી સિનેમાની ટેલેન્ટેડ એક્ટ્રેસિસમાંથી એક છે.  સૈફ અલી ખાનની દીકરી છે, પરંતુ તેને કોઈ ઓળખની જરૂર નથી. પટૌડી પરિવારની દીકરીએ સુશાંત સિંહ રાજપૂત સિંહ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે રણવીર સિંહ સાથે સિમ્બામાં પણ જોવા મળી હતી. તેનું નામ કાર્તિક આર્યન અને પછઈ ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાતું રહ્યું છે. પરંતુ સારાએ હવે આ અંગે ખુલીને વાત કરી બધાને ચોંકાવી દીધા છે.

એક્ટ્રેસ પોતાના નટખટ અંદાજથી લોકોને ખૂબ પ્રભાવિત કરતી રહે છે. હાલમાં જ તેણે ગત વર્ષ 2020 વિશે વાત કરી હતી અને તેને અશુભ પણ ગણાવ્યું હતું.

જોકે સારા અલી ખાન ઘણા મુદ્દાઓ પર વાત કરે છે. તેના રિલેશનશિપ અને બ્રેકઅપની ચર્ચા પણ ઘણી વખત થઈ છે, પરંતુ હવે તેણે ખુલ્લેઆમ તેમના બ્રેકઅપની વાત કરી છે. સારાની લવ સ્ટોરી અને બ્રેકઅપ પર ઘણી વખત ચર્ચાઓ થઈ છે. પરંતુ તેણે ક્યારેય આ બાબતે વાત કરી ન હતી, હવે સારાએ પહેલીવાર તેના બ્રેકઅપ વિશે વાત કરી છે. એક્ટ્રેસે કહેવા મુજબ વર્ષ 2020 તેની ફિલ્મી કરિયર અને પર્સનલ લાઇફ માટે ખૂબ જ અશુભ રહ્યું. સારાએ કહ્યું હતું કે 2020ની શરૂઆતમાં જ તેનું બ્રેકઅપ થયું હતું.

સારા અલી ખાને તાજેતરમાં રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટ શોમાં ઘણી વાતો કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે...

વર્ષ 2020 તેના માટે સૌથી ખરાબ વર્ષોમાંથી એક રહ્યું છે. તેની શરૂઆત મારા બ્રેકઅપથી થઈ, ત્યારબાદ ફિલ્મો ન ચાલી જે પણ નિરાશાજનક હતી. આ વર્ષનો મોટાભાગનો સમય ઈન્ટરનેટ પર વિત્યો, લવ આજ કલમાં મારા ખરાબ પ્રદર્શનને કારણે મને ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો. આગળ સારાએ કહ્યું, કેટલીકવાર તમને લાગે છે કે તમે તેના લાયક છો, જ્યારે બધું ખૂબ જ ખરાબ થઈ જાય છે.

સારા અલી ખાને આગળ કહ્યું...

 સોશિયલ મીડિયા પર ઘણું સહન કર્યું અને જોયું, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે કદાચ ઉદાસી, થાકેલા, ડરેલા, નર્વસ હશો, જ્યારે સોશિયલ મીડિયા પર 20 લોકો આ વાંચી રહ્યા હોય ત્યારે શું વાંધો છે અને તમારો ગુસ્સો અંદરથી જ્વાળામુખીની જેમ ફૂટી રહ્યો છે કારણ કે તમે પોતે જ ખૂબ પરેશાન છો. તેનાથી કોઈ ફરક પડતો નથી.

ફિલ્મ લવ આજ કલના શૂટિંગ દરમિયાન સારા અલી ખાન અને કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ઘણી ચર્ચાઓ થઈ હતી. ત્યારબાદ થોડા સમય પહેલા આ એક્ટ્રેસનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે પણ જોડાયું હતું. શુભમને તાજેતરમાં સતત સદીઓ ફટકારી ત્યારે સારાની બહુ ચર્ચા થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application