CBIએ ગોધરામાં NEET ઉમેદવારો અને શાળા માલિકના નિવેદનો નોંધ્યા, બે ખાનગી શાળાઓની પણ લીધી મુલાકાત

  • June 28, 2024 12:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુરુવારે NEET-UG પેપર લીકની તપાસ કરી રહેલી CBI ટીમે તે ત્રણ ઉમેદવારોના નિવેદનો નોંધ્યા હતા. જેમણે ગુજરાતના ગોધરા નજીક એક ખાનગી શાળામાં લેવાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા પાસ કરવા માટે એક આરોપીને પૈસા ચૂકવ્યા હતા.


CBIની ટીમે NEET-UG પેપર લીક કેસમાં ત્રણ ઉમેદવારોના નિવેદનો નોંધ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ ઉમેદવારો અને તેમના માતા-પિતા ઉપરાંત CBI ટીમે ગોધરા સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની પણ પૂછપરછ કરી હતી. CBIની ટીમે બુધવારે તેની તપાસના ભાગરૂપે ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લામાં આવેલી બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી હતી.


સીબીઆઈએ કરી પૂછપરછ

ત્રણ ઉમેદવારો અને તેમના માતા-પિતા ઉપરાંત, CBI ટીમે ગોધરા સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની પણ પૂછપરછ કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ કેસની તપાસ માટે સીબીઆઈની ટીમ છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં ધામા નાખી રહી છે. દીક્ષિત પટેલ દ્વારા સંચાલિત શાળાને પણ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું.


સીબીઆઈએ બે ખાનગી શાળાઓની લીધી મુલાકાત

CBIની ટીમે બુધવારે તેની તપાસના ભાગરૂપે ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લામાં આવેલી બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી હતી. સીબીઆઈના અધિકારીઓએ સૌપ્રથમ ખેડા જિલ્લાના સેવાલિયા-બાલાશિનોર હાઈવે પર આવેલી જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ત્યારબાદ પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલી જય જલારામ સ્કૂલની મુલાકાત લીધી હતી. લગભગ 100 કિલોમીટરના અંતરે આવેલી બંને શાળાઓ પટેલની માલિકીની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application